રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈને અડધો કલાક માટે પાણી માં પલાળી રાખવા. અને પછી નિતારી લેવા.
- 2
કુકર માં ઘી ગરમ કરી જીરુ ઉમેરી તતડે એટલે તેજ પત્તું, ઇલાયચી, મરી, તજ, લવિંગ, બાદિયાન બધું ઉમેરી દેવા.
- 3
ડુંગળી ઉમેરી સાંતળી લો. અને આદુ લસણ મરચા ની પેસ્ટ ઉમેરી દો. હવે તેમાં કાજુ ઉમેરી ને ટામેટાં ઉમેરી ફુદીનો અને ધાણા ઉમેરી સાંતળી લો.
હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર, બિરયાની મસાલો, મીઠું, ઉમેરી તેલ છૂટું પડે એટલે દહીં નાખી હલાવી ચોખા ઉમેરી દો. જરુર અનુસાર પાણી ઉમેરી હલાવી 2 વ્હીસલ સુધી કુક કરી લો. - 4
હળવા હાથે મિક્સ કરી લો. તો તૈયાર છે કુસકા બિરયાની. તેને રાઈતા સાથે ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11005012










ટિપ્પણીઓ