મિસળ પાઉં
રાંધવાની સૂચનાઓ
- 1
બધા જ કઠોળ ને છ કલાક માટે પાણીમાં પલાળી રાખો.બધા જ કઠોળને કુકરમા મિક્સ કરીને હળદર અને મીઠું નાખીને બફાઈ જાય ત્યાં સુધી સીટી વગાડી લો.
- 2
એક તપેલામાં તેલ ગરમ કરવા મૂકો.તેમાં રાય જીરૂ અને પછી હિંગ નાખો.ત્યારબાદ તેમાં કાપેલા લીલા મરચા, મીઠો લીમડો,આદુ-લસણ-મરચાંની પેસ્ટ,કાપેલી ઝીણી ડુંગળી, કાપેલી ઝીણા ટામેટા નાખીને વધારો.
- 3
આ ગ્રેવીમાં હળદર, મીઠું, મરચું,ગરમ મસાલો નાખો.જરૂર મુજબ પાણી નાખીને તેમાં અડધું લીંબુ નીચોવી 10 થી 15 મિનિટ માટે ડુંગળીને ઉકળવા દો.હવે તેમાં બાફેલા કઠોળ મિક્સ કરી દો અનેદસ મિનિટ ઉકળવા દો.
- 4
મિસળ પાવ તૈયાર છે.આ રગડા માં ઉપરથી સુકી ડુંગળી કાપીને ભભરાવી તેની પર ગાંઠિયા નાખો અને સાથે ગરમાગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11088192











ટિપ્પણીઓ