ચીઝી પાસ્તા શોટ્સ

#બર્થડે
જન્મદિવસ એટલે લાગણીઓનો ઊમળકો.બાળકોના જન્મદિવસની માતા -પિતા ખૂબ ચીવટથી તથા હોંશે-હોંશે તૈયારીઓ કરતા હોય છે.મારી આ રેસીપી બાળકોની મનપસંદ છે. આ રેસીપી બનાવવાનું કારણ એ છે કે સરળતાથી બની જાય અને સર્વ એવી રીતે કરીશું કે અન્ન નો બગાડ પણ ન થાય.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા વ્હીટ પાસ્તા ને થોડું મીઠુ અને તેલ ઉમેરી બોઇલ કરી નિતારી લો.
- 2
હવે ડુંગરી અને ટામેટાને ઝીણા સમારી લો.
- 3
પેનમાં ઓલીવઓઇલ મુકી લસણ ઉમેરી સાંતળી પછી ડુંગરી ઉમેરી મીઠુ ઉમેરી સાંતળીલો.ડુંગરી બરાબર સંતળાઇ જાય પછી ટામેટા ઉમેરો એને પણ ચડવા દો.
- 4
હવે ઉપર સુચવેલા મસાલા ઉમેરી મિક્સ કરી થોડું પાણી ઉમેરી મેશરથી મેશ કરી લો.કેચપ પણ એડ કરી દો.
- 5
આ મીશરણ મા ચીઝ છીણીલો. બરાબર હલાવી લઇ પછી બોઇલ કરેલા વ્હીટપાસ્તા એડ કરી બધું બરાબર મીકસ કરી થોડીવાર થવા દો.
- 6
હવે આ ટેસ્ટી પાસ્તાને શોટ ગ્લાસ મા સર્વ કરો ઉપરથી ચીઝથી સજાવો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ