કાઠીયાવાડી તુવેર ના ટોઠા

બ્રેડ કે કુલચા સાથે જો ગરમાગરમ ટેસ્ટી અને સ્પાઈસી ટોઠા ખાવા મળી જાય તો બીજું શું જોઈએ? મૂળ ઉત્તર ગુજરાતની આ વાનગી હવે આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ છે. તુવેરમાં સહેજ અલગ રીતે મસાલો કરીને બનાવવામાં આવતી આ વાનગી સ્પાઈસી ફૂડ ભાવતું હોય તેમને તો ખૂબ જ પસંદ આવે છે. ટોઠા ઘરે પણ બનાવવા સાવ સહેલા છે. તો જાણી લો ટોઠા બનાવવાની સરળ રેસિપી.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ હૂંફાળા પાણીમાં તુવેરાને ૪ થી ૫ કલાક માટે પલાળો. ત્યારબાદ તુવેરાને કુકરમાં બે ગ્લાસ પાણી અને થોડું મીઠું નાખી ૭-૮ સીટી વગાડો. પછી તુવેરાને અલગ નિતારી લો.
- 2
હવે એક તવલુ લો. તેમાં તેલ ગરમ થવા મૂકો. ત્યારબાદ તેમાં રાઈ જીરું હિંગ મેથી લીમડો તમાલપત્રનો વઘાર કરો.
- 3
ત્યારબાદ તેમાં લીલા મરચાના ટુકડા, લસણના ટુકડા, આદુ, ટામેટાંના ટુકડા અને સમારેલી ડુંગળી નાખો. તેને દસ મિનિટ ચડવા દો. ત્યારબાદ તેમાં ૧/૨ કપ ડુંગળી લસણની ગ્રેવી નાખો. તેને વ્યવસ્થિત રીતે હલાવો. પછી તેને પાંચ મિનિટ ચડવા દો. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું, મીઠું, ધાણાજીરું,ખડા મસાલા, આમલી અને ગોળ નાખો.
- 4
હવે બાફેલા તુવેરા ઉમેરો. પછી તેને વ્યવસ્થિત રીતે હલાવો. સાત મિનિટ સુધી ચડવા દો એટલે ગરમા-ગરમ ટોઠા તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ