કાઠીયાવાડી તુવેર ના ટોઠા           

Hiral Vaibhav Prajapati
Hiral Vaibhav Prajapati @cook_19416423

બ્રેડ કે કુલચા સાથે જો ગરમાગરમ ટેસ્ટી અને સ્પાઈસી ટોઠા ખાવા મળી જાય તો બીજું શું જોઈએ? મૂળ ઉત્તર ગુજરાતની આ વાનગી હવે આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ છે. તુવેરમાં સહેજ અલગ રીતે મસાલો કરીને બનાવવામાં આવતી આ વાનગી સ્પાઈસી ફૂડ ભાવતું હોય તેમને તો ખૂબ જ પસંદ આવે છે. ટોઠા ઘરે પણ બનાવવા સાવ સહેલા છે. તો જાણી લો ટોઠા બનાવવાની સરળ રેસિપી.

#શિયાળા

કાઠીયાવાડી તુવેર ના ટોઠા           

1 કમેન્ટ કરેલ છે

બ્રેડ કે કુલચા સાથે જો ગરમાગરમ ટેસ્ટી અને સ્પાઈસી ટોઠા ખાવા મળી જાય તો બીજું શું જોઈએ? મૂળ ઉત્તર ગુજરાતની આ વાનગી હવે આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ છે. તુવેરમાં સહેજ અલગ રીતે મસાલો કરીને બનાવવામાં આવતી આ વાનગી સ્પાઈસી ફૂડ ભાવતું હોય તેમને તો ખૂબ જ પસંદ આવે છે. ટોઠા ઘરે પણ બનાવવા સાવ સહેલા છે. તો જાણી લો ટોઠા બનાવવાની સરળ રેસિપી.

#શિયાળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ તુવેરા
  2. ૧ કપ ટામેટા ના ઝીણા ટુકડા
  3. ૨ લીલા મરચાના ઝીણા સમારેલા
  4. ૧ કપ લીલી ડુંગળી
  5. ૧ કપ ડુંગળી
  6. ૧ મોટુ લસણ
  7. ૧/૨ ચમચી આદુની પેસ્ટ
  8. ૧ કપ આમલીનો રસ
  9. ૧૦ ગ્રામ ગોળ
  10. ૧ વાટકી તેલ
  11. ૧ ચમચી ખડા મસાલા (૪ લવિંગ ૪ મરી ૪ તજ નો ભૂકો)
  12. ૧/૨ ચમચી રાઈ
  13. ૧/૨ ચમચી જીરૂ
  14. ૧/૨ ચમચી હિંગ
  15. ૧/૨ ચમચી મેથી
  16. ૧/૨ ચમચી હળદર
  17. ૧ ચમચી લાલ મરચું
  18. ૧/૨ ચમચી ધાણાજીરૂ
  19. ૨ ચમચી મીઠું
  20. મીઠો લીમડો
  21. તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ હૂંફાળા પાણીમાં તુવેરાને ૪ થી ૫ કલાક માટે પલાળો. ત્યારબાદ તુવેરાને કુકરમાં બે ગ્લાસ પાણી અને થોડું મીઠું નાખી ૭-૮ સીટી વગાડો. પછી તુવેરાને અલગ નિતારી લો.

  2. 2

    હવે એક તવલુ લો. તેમાં તેલ ગરમ થવા મૂકો. ત્યારબાદ તેમાં રાઈ જીરું હિંગ મેથી લીમડો તમાલપત્રનો વઘાર કરો.

  3. 3

    ત્યારબાદ તેમાં લીલા મરચાના ટુકડા, લસણના ટુકડા, આદુ, ટામેટાંના ટુકડા અને સમારેલી ડુંગળી નાખો. તેને દસ મિનિટ ચડવા દો. ત્યારબાદ તેમાં ૧/૨ કપ ડુંગળી લસણની ગ્રેવી નાખો. તેને વ્યવસ્થિત રીતે હલાવો. પછી તેને પાંચ મિનિટ ચડવા દો. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું, મીઠું, ધાણાજીરું,ખડા મસાલા, આમલી અને ગોળ નાખો.

  4. 4

    હવે બાફેલા તુવેરા ઉમેરો. પછી તેને વ્યવસ્થિત રીતે હલાવો. સાત મિનિટ સુધી ચડવા દો એટલે ગરમા-ગરમ ટોઠા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Vaibhav Prajapati
Hiral Vaibhav Prajapati @cook_19416423
પર

ટિપ્પણીઓ

Similar Recipes