તવા પેન કેક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં નો લોટ, મેંદો, કોકો પાઉડર, બેંકીંગ પાઉડર, બેંકીંગ સોડા અને મીઠું મિક્સ કરી બેથી ત્રણ વખત ચાળી લો. મિશ્રણ ને બાઉલમાં લઈ તેમાં ખાંડ, પીગાળેલુ માખણ, ઘટ્ટ છાશ અને વેનિલા એસેન્સ ઉમેરો. હવે દૂધ ઉમેરતા જાઓ અને હલાવતા રહો અને ગઠ્ઠા ન રહે તે રીતે બેટર તૈયાર કરો.
- 2
નોનસ્ટિક તવી ગરમ કરો. મોટો ચમચો ભરીને બેટર રેડો. તેની ઉપર અને આજુબાજુ થોડું ઘી રેડો. નીચેની બાજુ સોનેરી થાય એટલે પેનકેક ને પલટાવી દો. બીજી બાજુ સોનેરી થાય ત્યાં સુધી થવા દો. આ રીતે બધા પેનકેક તૈયાર કરો. આ પેનકેક સાદા પણ સરસ લાગે છે. વધારે સ્વાદિષ્ટ બનાવવા તેને ચોકલેટ સોસ સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11270058









ટિપ્પણીઓ