પીટા બ્રેડ

asharamparia
asharamparia @Asharamparia

#તવા
ફ્રેન્ડસ, જનરલી આપણે એવું માનીએ કે બ્રેડ ઓવન માં કે કૂકરમાં જ બને છે પરંતુ પીટા બ્રેડ એક એવી બ્રેડ છે કે જે તવી પર જ બનાવવા માં આવે છે અને તેમાં ડિફરન્ટ ટાઈપ ના એટલે કે મનપસંદ ટેસ્ટી એવા સ્ટફીગ કરી ને સર્વ કરવા માં આવે છે. તો આજે મેં અહીં પીટા બ્રેડ ની રેસિપી શેર કરી છે કે જે ફક્ત તવા બેઝડ્
બ્રેડ છે.

પીટા બ્રેડ

4 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#તવા
ફ્રેન્ડસ, જનરલી આપણે એવું માનીએ કે બ્રેડ ઓવન માં કે કૂકરમાં જ બને છે પરંતુ પીટા બ્રેડ એક એવી બ્રેડ છે કે જે તવી પર જ બનાવવા માં આવે છે અને તેમાં ડિફરન્ટ ટાઈપ ના એટલે કે મનપસંદ ટેસ્ટી એવા સ્ટફીગ કરી ને સર્વ કરવા માં આવે છે. તો આજે મેં અહીં પીટા બ્રેડ ની રેસિપી શેર કરી છે કે જે ફક્ત તવા બેઝડ્
બ્રેડ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. ૧અને ૧/૨ ચમચી યીસ્ટ
  3. ૨ ચમચી ખાંડ નું બુરું
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ૧ કપ હુંફાળું દૂધ
  6. ૨ ચમચી ગરમ ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક નાના બાઉલમાં હૂંફાળું દૂધ લઈને તેમાં માપ પ્રમાણે યિસ્ટ અને ખાંડનો પાવડર ઉમેરીને પાંચથી સાત મિનિટ માટે હૂંફાળી જગ્યાએ મૂકી દો. ત્યાં સુધીમાં મેંદાના લોટને ચાળીને એક બાઉલમાં લઈ ને મીઠું, હુંફાળુ ઘી, મિક્સ કરી રાખેલ ફર્મેન્ટેશન વાળુ દૂધ ઉમેરીને ચમચાથી લોટને મિક્સ કરો ત્યારબાદ હાથ વડે સરખી રીતે મિક્સ કરી પરાઠા જેવો ડો તૈયાર કરો પછી બાઉલમાં તેમજ ડો ને તેલ લગાવીને ત્રણેક કલાક માટે હૂંફાળી જગ્યાએ મૂકી દો. લોટ(ડો) ત્રણેક કલાક પછી તો સરસ રીતે ફુલાઈને ડબલ થઈ ગયો હશે.

  2. 2

    હવે લોટ માં પંચ મારીને એર કાઢી લો ત્યારબાદ ચોખ્ખા પ્લેટફોર્મ પર બે હાથની મદદથી લોટને મસળી એકદમ સ્મૂઘ બનાવી દો. ત્યારબાદ તેના સરખા ભાગ પાડીને ગુલા તૈયાર કરો. ગુલ્લા માંથી થોડી જાડી રોટલી ઓ વણી ભીના કપડાથી ઢાંકીને રાખી મૂકો. રોટલી(બ્રેડ) ફૂલીને ડબલ થઇ જાય પછી નોન સ્ટીક તવી પર ધીમા તાપે શેકી લો.

  3. 3

    હવે ગરમાગરમ પીટા બ્રેડ ને વચ્ચે થી કટ કરી લો અને હાફ પાર્ટ નું જે પોકેટ બને (પિક્ચર માં આપેલ છે એ રીતે) તેમાં મનગમતું ટેસ્ટી સ્ટફીગ ભરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ

Similar Recipes