રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાજરા ને 7 થી 8 કલાક પલાળી રાખવો. મગ દાળ ને પણ 3 થી 4 કલાક માટે પલાળી રાખવી. પલાળેલ બાજરા ને 2 થી 3 વાર પાણી થી સાફ કરી થોડું મીઠું નાખી કૂકર માં 7 થી 8 સિટી વગાડી લેવી. તેવી રીતે મગ દાળ, વટાણા અને સમારેલા ગાજર ને એક સાથે કૂકર માં થોડું મીઠું નાખી 2 થઈ 3 સિટી વગાડી લેવી. બજારો થોડો કડક હોય છે તેથી તેને અલગ કૂકર માં સિટી વધારે વગાડવી પડે. હવે કૂકર ઠરે ત્યાં સુધી ડુંગળી, લસણ, લીલું મરચું અને ટામેટા સમરી લેવા.
- 2
એક પેન માં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી રાઈ તતળે એટલે જીરું અને હિંગ નાખવી. પછી લસણ અને ડુંગળી, લીલું મરચું નાખી 1 મિનિટે પકવું પછી ટામેટા નાખી બરાબર સાંતળવું અને ચમચા થી બરાબર ક્રશ કરવું. તેમાં મીઠું, લાલ મરચું અને હળદર પાવડર નાખી બરાબર મિક્ષ કરી લેવું. ધ્યાન રહે બજારો અને મગ બાફતી સમયે મીઠું નાખ્યું હતું તેથી અત્યારે થોડું જ નાખવું.
- 3
હોવી તેમાં બાફેલ બાજરી, મગ, વટાણા અને ગાજર નાખી થોડું પાણી નાખી બધું બરાબર ધીમે ધીમે મિક્સ કરવું. અને ચડવા દેવું.તો તૈયાર છે ગરમાં ગરમ હેલ્થી ખીચડી. ઉપર થી ઘી નાખી દહીં સાથે માજા માણો.
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ