ગુંદા ના મોર નુ શાક

કુક પેડ ના દરેક મારા મિત્રો પરંપરાગત વાનગી જ્યારે કુક પેડ માં પ્રતિયોગીતા મા મૂકવાનો વારો આવ્યો ત્યારે મને વિચાર આવ્યો કે હું શું મુકું ખમણ ઢોકળા થેપલા આપણા ગુજરાતી શાક દરેક આવડે છે અને ખબર બી છે હું કંઈક અલગ શોધી રહી હતી અમારા ભાવનગરમાં જ્યારે હું સવારે શાકભાજી માર્કેટ ગઈ તો ગામડા ના અલગ અલગ લોકો કંઈક ને કંઈક નવું શાક લાવે છે કાળા ગાજર ગુંદા ના મોર અને ઘણી અલગ અલગ વનસ્પતિ લાવે છે તે શારીરિક રીતે ખૂબ જ ઉપયોગી હોય છે જે શરીરને બીમારીથી બચાવે છે સરગવાના મોર ખૂબ જ મળે છે તો આજે હું ગુંદા ના મોર નુ શાક લાવી છું જે આપણા કમરના દુખાવા અને સાંધાના દુખાવા દૂર કરે છે ગુંદા ના મોર માં ચિકાસ હોય છે એટલે તેને પાણીમાં બાફવી નહીં આ શાક ભાવનગરમાં અને આજુબાજુના ગામમાં લોકો ખૂબ જ ખાય છે ના કોઇ બાત નહીં

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદા ના મોર ને બરાબર પાણીથી ધોઈને સાફ કરીને કોરા કરી લો હવે આ મોર ના દાંડી કાઢીને તેના મોર અલગ કરી લો હવે એક કડાઈમાં છાશમાં મોર નાખી મીઠું અને હળદર ઉમેરી તેને બાફી લો
- 2
એક કડાઈમાં સૌપ્રથમ ઘી ઉમેરી તેમાં જીરૂ હિંગ નાખી ડુંગળી ઉમેરી સાંતળો ત્યારબાદ આદુ- મરચાં લસણની પેસ્ટ ઉમેરી સાંતળો ત્યારબાદ તેમાં બેસન ઉમેરી દો હવે તેમાં સુકા મસાલા હળદર લાલ મરચું ધાણાજીરૂ ઉમેરી સાંતળો હવે તેમાં છાશમાં બાફેલા ગુંદા ના મોર ઉમેરી દો હવે થોડું પાણી ઉમેરી ચડવા દો ચડી જાય એટલે એને સર્વ કરો આ શાક ચોખાની રોટલી અને રોટલા જોડે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ