કાઠિયાવાડી થાળી
પૌષ્ટિક અને સુપાચ્ય ખોરાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખીચડીયા ચોખા અને મગ ની ફોતરાં વાળી દાળ મિક્સ કરી લો અને ત્રણ ચાર વાર પાણી થી ધોઈ લો તેમાં ઘી હળદર મીઠું મરી અને સાડા ત્રણ વાટકી પાણી નાખીને બે ત્રણ કલાક સુધી પલાળી રાખો કુકરમાં ત્રણ સીટી થાય એટલે ધીમા તાપે પંદર મિનિટ સુધી રહેવા દો અને પછી ગેસ પરથી ઉતારી લો તૈયાર છે ગરમાગરમ ખીચડી
- 2
તપેલીમાં દહીં અને ચણાનો લોટ લેવો તેમાં ત્રણ વાટકા પાણી નાખીને ઝેરણી થી વખોડી ને તેમાં મીઠું હળદર આદુ મરચાં ગોળ નાખી ઉકળવા દો સાત આઠ ઉપરાંત આવે તેવી રીતે સરસ ઉકળવા દો
- 3
હવે બે ચમચી ઘી ગરમ કરી તેમાં તજ લવિંગ મેથી જીરૂ હિંગ લાલ સૂકું મરચું નાખીને કઢી માં વઘાર કરી કોથમીર લીમડાના પાન નાખો તૈયાર છે ખટમીઠી કઢી
- 4
રીંગણાં બટેટા ટમેટા સરખી રીતે ધોઈ સુધારીને રાખો કુકરમાં તેલમાં રાય જીરૂ મેથી હિંગ નો વઘાર કરી ને
- 5
તેમાં ધોઈને સુધારીને રાખેલ ટમેટાના કટકા નાખી હલાવી લઈ હળદર લાલ મરચાં નો પાવડર ધાણા જીરૂ નાખીને હલાવી લેવું હવે તેમાં સુધારીને રાખેલ રીંગણાં બટેટા નાખીને સારી રીતે હલાવી લેવું થોડી વાર પછી થોડું પાણી નાખીને ત્રણ સીટી થાય એટલે ઉતારી લો કોથમીર નાખીને સર્વ કરો તૈયાર છે ગરમાગરમ શાક
- 6
ઘઉં ના લોટમાં તેલનું મોણ નાખી લોટ બાંધો વીશ મિનિટ સુધી રહેવા દો અને પછી ફૂલકા રોટલી બનાવી લો અને ઘી લગાવી દો તૈયાર છે ગરમાગરમ રોટલી
- 7
તૈયાર છે કાઠિયાવાડી થાળી ખીચડી કઢી રીંગણાં બટેટા ટમેટા નું શાક રોટલી ગુંદા કેરી નું અથાણું કાચા લીલાં મરચાં ડુંગળી અને છાશ તો હોય જ (ખીચડી માં ઉપર થી થીનું ઘી નાખી ખૂબ હલાવી લેવું)
- 8
હાલના સમયમાં કોરોના વાયરસ ને લીધે પૌષ્ટિક અને સુપાચ્ય ખોરાક લેવો જોઈએ તો આ કાઠિયાવાડી થાળી તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ