ચોખાનાં લોટની થાલીપીઠ (Rice Flour Thalipeeth Recipe In Gujarati)

#ભાત ની વાનગી
પારંપરિક મહારાષ્ટ્રીયન વાનગી થાલીપીઠનું અત્યારની કોન્ટેસ્ટ માટેનું રૂપાંતરણ.
થાલીપીઠ એ પૂરાં મહારાષ્ટ્રમાં ટેસ્ટથી ખવાતી વાનગી છે. થાલીપીઠ એ મિક્સ ધાન્યોનાં લોટ, મસાલાઓ અને શાકભાજીના બહોળા વપરાશથી બનતો એકદમ હેલ્ધી ખોરાક છે.
મેં આ પારંપરિક રીતમાં ફેરફાર કરી તેને કોન્ટેસ્ટની રેસિપીમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. અને સાથે થોડો ચીઝી ટેસ્ટ પણ આપ્યો છે.
મને વિશ્વાસ છે કે આપ સૌ પસંદ કરશો જ.

રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં તેલ સિવાયની બધી જ સામગ્રીઓ સાથે લઈ હૂંફાળા પાણીથી લોટ બાંધી લ્યો.
- 2
આ લોટને ૧૫ મિનીટ માટે ઢાંકીને રાખી મૂકવો.
ત્યાર બાદ રોટલી વણવાની પાટલી પર એક રૂમાલ પાથરી તેના પર હાથેથી થાલીપીઠને થેપી લેવી. - 3
આ થાલીપીઠ પર આંગળીઓ વડે કાણા પાડી લેવાં.
- 4
ગેસ પર તવી ગરમ કરી તેના પર બ્રશ વડે તેલ લગાવો.
થાલીપીઠને કાળજીપૂર્વક તવી પર મૂકો. થાલીપીઠ પર તેલ લગાવો અને ઢાંકણું ઢાંકી મીડીયમ આંચ પર બન્ને બાજુએથી બરાબર શેકી લ્યો. - 5
દહીં કે પછી તમારી પસંદગીની ચટણી સાથે પીરસો.
- 6
પીરસતી વખતે ઉપર થોડું ચીઝ પણ ભભરાવી શકાય.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)