વડાપાવ (vadapav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બટેટા ને બાફી લેવાના.
- 2
હવે બટેટાનો છુંદો કરવાનો.
- 3
હવે એક કડાઈમા વઘાર માટે 1 ચમચી તેલ લેવાનુ.હવે
- 4
હવે તેલ ગરમ થાય એટલે એમા રાઈ,અદડની દાળ,લીમડો નાખવાનો.
- 5
હવે વઘાર ને બટેટાના પુરણ ઉપર રેડી દેવાનુ પછી એમા આદુ -મરચાનીપેસ્ટ, હળદર, ગરમ મસાલો, મીઠુ નાખી દેવાનુ.આપણુ પૂરણ તૈયાર.
- 6
હવે એક વાસણમા ચાળણી રાખી એમા મેંદો, બેકીગ પાઉડર, બેકીગ સોડા નાખી ચાળી લેવુ.
- 7
હવે થોડુ થોડુ કરી દહીં નાખવાનુ
- 8
હવે એમા 2 થી 3 ચમચી પાણી નાખીને લોટ બાંધવાનો પછી એને 5 થી 7 મીનીટ મસળવાનુ.
- 9
પછી લોટના 2 ભાગ કરવાના
- 10
હવે એમાથી 1 ભાગ લઇ લંબગોળ આકારમા વળી લેવાનુ.
- 11
હવે એમા મીઠી અને વડાપાવની ચટણી લગાવવાની.
- 12
હવે અડધા ભાગમા બટેટાનુ પુરણ મુકી ફોલ્ડ કરી દેવાનુ.
- 13
હવે નોનસ્ટીક અથવા સાદી તવી ઉપર બટર કે તેલ લગાવુ
- 14
હવે 3 થી 4 મીનીટ માટે બન્ને બાજુ શેકવાનુ.
- 15
આપણા વડાપાવ તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12802939













ટિપ્પણીઓ (6)