ટામેટાં ડુંગળી અને કેપ્સીકમ સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં,ડુંગળી અને કેપ્સીકમ મોટા સમારી લો. ત્યાર બાદ એક પેનમાં બે ટી ચમચી જેટલું તેલ લઇ ગરમ કરવા મૂકો. તેલ જરાક ગરમ થાય ત્યારબાદ તેમાં ટામેટાં, ડુંગળી અને કેપ્સીકમ ઉમેરો. હવે તેને માધ્યમ આંચ પર સાંતળો. ચડી ગયા બાદ ગેસ બંધ કરી લો.
- 2
બીજા પેનમાં બે ટેબલ ચમચી જેટલું તેલ લઇ તેનો વધાર કરવા તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યાર બાદ તેમાં રાઈ ઉમેરી રાઈ તતડે ત્યાર બાદ તેમાં સૂકા મસાલા ઉમેરો. હવે તેમાં લસણ, આદુ મરચાની પેસ્ટ, ડુંગળી ઉમેરીને સાંતળો. હવે તેમાં ટામેટાં ઉમેરી સાંતળો. હવે ટામેટાં અને ડુંગળી ઢીલી થાય ત્યાર બાદ ગેસ બંધ કરી આ મિશ્રણ ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેની પેસ્ટ બનાવી લો.
- 3
હવે એક પેન માં એક ટેબલ ચમચી તેલ લઇ તેમાં એક તમાલ પત્ર ઉમેરી પેસ્ટ ઉમેરી લો. હવે તેને ધીમા આંચ પર શેકતા જાઓ. મિશ્રણ માથી તેલ છૂટું પડે ત્યારબાદ તેમાં ટામેટાં, ડુંગળી અને કેપ્સીકમ નું મિશ્રણ ઉમેરી હલાવી લો. હવે તેમાં અડધો કપ કે જેટલી ઘટ્ટ ગ્રેવી રાખવી હોય તેટલું પાણી ઉમેરો. હવે તેમાં મરચું. હળદર અને મીઠું ઉમેરી ચડવા દો. ગ્રેવી ઘટ્ટ થવા લાગે ત્યારે એના કસૂરી મેથી હાથ થી મસળીને ઉમેરી ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ