રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને દાળને ધોઈને ૬ થી ૭ કલાક માટે પલાળી દેવી. ત્યારબાદ પાણી નિતારી ને મિક્સરમાં પીસી લેવી. તેની સાથે લીલા મરચાં પણ પિસ્વામાં ઉમેરી દેવા. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી અને ગોળ ગોળ ભજીયાની જેમ તળવા. તળીને થોડીવાર બહાર રાખવા તેની વરાળ નીકળે ત્યાં સુધી. ત્યારબાદ એક તપેલીમાં પાણી લઈ તેમાં પલાળવા. એકાદ કલાક પછી પાણી નિતારી અને પ્લેટમાં લઇ લેવા.
- 3
હવે એક તપેલીમાં દહીં ને ઝેરી લેવું. હવે એક પ્લેટ મા વડા મૂકી, તેના પર દહીં રેડવું.. ત્યાર બાદ તેના પર મીઠું, મરચું, શેકેલું જીરું, દાડમ ના દાણા, ખજૂર ની ચટણી તથા કોથમીર અને. કાજુ,કીસમીસ વડે ગાર્નિશ કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12924501




ટિપ્પણીઓ