સ્ટીમ્ડ રસમલાઈ કેક :(steam rasmalai in Gujarati)
#વીક મિલ ૩
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્ષિંગ બાઉલમાં 1/3 કપ ઓઇલ, 1/3 કપ નોર્મલ દહીં અને ½ કપ ખાંડ પાઉડર લઈને મિક્ષ કરી લ્યો. હવે હેંડ બીટરથી 1 મિનિટ સુધી મિશ્રણનું ક્રીમી ટેક્સ્ચર થાય ત્યાં સુધી સ્પીડમાં સતત બીટ કરો.
હવે મિશ્રણ વાળા બાઉલ પર ચાળણી રાખી તેમાં 1 કપ મેંદો, ½ ટી સ્પુન બેકિંગ સોડા, 1 ટી સ્પુન બેકિંગ પાઉડર ઉમેરી મિક્ષ કરી ચાળી લ્યો. - 2
હવે બધું વેટ મિશ્રણ, હેંડ બીટરથી ડ્રાય મિશ્રણ સાથે બરાબર મિક્ષ કરી લ્યો. ત્યારબાદ ½ +3 ટેબલ સ્પુન રુમ ટેમ્પરેચર પર હોય તેવા મિલ્કમાંથી થોડું-થોડું મિલ્ક ઉમેરતા જઈ બીટરથી મિક્ષ કરો. કેક માટે પરફેક્ટ ફ્લોઇંગ કન્સીસટંસી થાય ત્યાં સુધી મિલ્ક ઉમેરતા જઈ સતત બીટ કરતા જવું.
- 3
કેક માટે પરફેક્ટ ફ્લોઇંગ કન્સીસટંસી થાય ત્યાં સુધી મિલ્ક ઉમેરતા જઈ સતત બીટ કરતા જવું.
ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન ઇલાયચી પાઉડર અને 2 ડ્રોપ્સ લિક્વીડ યલો કલર ઉમેરી મિક્ષ કરી લ્યો. મોલ્ડને ઓઇલ કે ઘીથી ગ્રીસ કરી લ્યો.
હવે કડાઇમાં 1 ½ ગ્લાસ જેટલું પાણી ઉમેરી, તેમાં સ્ટેંડ મૂકી તેમાં ગ્રીસ કરેલું કેક મોલ્ડ મૂકો. કડાઇને મિડિયમ ફ્લૈમ પર મૂકી, તેમાં રહેલું પાણી ઉકળવા માંડે ત્યાંસુધી, તેમાંથી સ્ટીમ નીકળી ના જાય તેવું ઢાંકણ ઢાંકીને પ્રી હીટ કરો. ત્યારબાદ તેમાં કેક્નું મિશ્રણ પોર કરી દ્યો. - 4
તેનાં પર ઢાંકણ ઢાંકી દ્યો. લો મિડિયમ ફ્લૈમ પર 30 થી 35 મિનિટ સ્ટીમ કરો.
ઢાંકણ ખોલીને તેમાં ટુથપીક ઇંન્સર્ટ કરી ચેક કરી લ્યો. ટુથપીક ક્લીન બહાર આવે એટલે ફ્લૈમ ઓફ કરી મોલ્ડ તેમાંથી કાઢી લ્યો. જરુર પડે તો 10 મિનિટ વધારે સ્ટીમ કરો.
કેક બહાર કાઢીને 10 મિનિટ ઠંડી પડે એટલે ચપ્પૂ વડે મોલ્ડ ની સાઇડ્સથી છુટી કરી લ્યો. અને પ્લેટ્માં અનમોલ્ડકરો. - 5
રબડી બનાવવા માટેની રીત :
કેક સ્ટીમ થાય એ દરમ્યાનમાં રબડી બનાવી લ્યો. એક નોન સ્ટીકપેનમાં ½ લીટર ફુલ ફેટ મિલ્ક લ્યો. તેમાં ½ કપ મિલ્ક પાઉડર ઉમેરો. થોડું ગરમ થાય એટલે તેમાં ½ કપ ખાંડ ઉમેરો. મિક્ષ કરી મિડિયમ ફ્લૈમ પર તવેથા વડે સતત હલાવતા રહો. બોટમ પર બેસી ના જાય અને ઉભરાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખો. - 6
બોઇલ થતી રબડીમાં ઉપર થતી મલાઇની પરત, ફરતે સાઇડ્સમાંથી તવેથા વડે ઉખાડતા જઇ મિલ્ક્માં જ ઉમેરતા જાવ. મિલ્ક ઉકળીને 40% વોલ્યુમ થઈ જાય (રબડી માટે પર્ફેક્ટ થીકનેસ)એટલે તેમાં ઇલાયચી પાઉડર અને કેશર મિક્ષ કરેલું મિલ્ક ઉમેરી સરસ મિક્ષ કરી દ્યો. ત્યારબાદ 10 સેકંડ્સ સ્લો ફ્લૈમ પર રબડી ઉકાળી ફ્લૈમ ઓફ કરી દ્યો. ઠરશે એટલે થોડી વધારે થીક્નેસ આવશે. હવે તેમાં પિસ્તા અને બદામના સ્લિવર્સ ઉમેરી દ્યો.
- 7
સ્ટીમ્ડ રસમલાઇ એસેમ્બલ કરવાની રીત:
રુમ ટેમ્પરેચર પર આવી ગયેલી કેકને ફરી મોલ્ડમાં મૂકી તેને ફોર્ક વડે ઓલ ઓવર પ્રીક કરી લ્યો. જેથી તેમાં રબડી અંદર સુધી સોક થાય. તેના પર રુમ ટેમ્પરેચર પર આવી ગયેલી રબડી પોર કરી કવર કરી દ્યો. ફરી એકવાર ફોર્ક વડે પ્રીક કરી લ્યો. ત્યારબાદ તેના પર પિસ્તા અને આલ્મંડના સ્લિવર્સ સ્પ્રીંકલ કરો. તેના પર સ્ક્વેર કટ કરી લ્યો, જેથી રબડી અંદર સુધી સોક થાય. - 8
સર્વ કરવા માટે ટેસ્ટી – હેલ્ધી સ્ટીમ્ડ રસમલાઇ કેક રેડી છે.
પ્લેટમાં 2 પીસ સ્ટીમ્ડ રસમલાઈ મૂકી તેના પર થોડી કોલ્ડ રબડી પોર કરો. થોડા પિસ્તા, આલ્મંડના સ્લિવર્સ અને રોઝ પેટલ્સથી ગાર્નીશ કરી ઠંડી ઠંડી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes


























ટિપ્પણીઓ (2)