પાલક બાજરી વડા(palak bajri vada recipe in Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#વિકમીલ૩ #ફ્રાઇડ
આ વડા શિયાળામાં તેમજ ચોમાસામાં ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે. આ વડા ને તમે નાસ્તામાં ગમે ત્યારે લઈ શકો છો.

પાલક બાજરી વડા(palak bajri vada recipe in Gujarati)

#વિકમીલ૩ #ફ્રાઇડ
આ વડા શિયાળામાં તેમજ ચોમાસામાં ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે. આ વડા ને તમે નાસ્તામાં ગમે ત્યારે લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨-૩
  1. 1 કપબાજરીનો લોટ
  2. 1/2 કપપાલક
  3. 1/4 કપકોથમીર
  4. 1/2 કપઘઉંનો લોટ
  5. 2 ચમચીતેલ કણક બનાવવા માટે જરૂરી
  6. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. 2 ચમચીતલ
  8. 1 ચમચીગોળ
  9. 1/2 ચમચીગરમ મસાલો
  10. 1/2 ચમચીહળદર પાઉડર
  11. 1/2 ચમચીધાણાજીરૂ
  12. સ્વાદ માટે મીઠું
  13. 1& 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  14. તેલ તળવા માટે
  15. 1 ચમચીઅજમો
  16. 1/2 કપદહીં
  17. 1 ચમચીલસણની પેસ્ટ
  18. 1/4 ચમચીબેકિંગ સોડા
  19. 1/2 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બંને લોટ લઇ લો.ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું,તલ,અજમા અને મીઠું નાખો.

  2. 2

    હવે તેમાં ગોળ, આદુ મરચાની પેસ્ટ, પાલક, ધાણા, લસણ ની પેસ્ટ, તેલ અને દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    હવે તેમાં બેકિંગ સોડા અને ઉપર લીંબુ નો રસ નાખી નરમ‌ લોટ બાંધી લો.લોટ ને 10 મિનિટ ઢાંકી ને રાખી દો.હવે હથેડી માં તેલ લગાવી નાની નાની થેપલી બનાવી લો.

  4. 4

    હવે‌ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં મિડીયમ તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

  5. 5

    તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી પાલક બાજરી વડા....ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes