પત્તરવેલીના પાન (પાત્રા)

Daksha Dave Kachchhi @cook_23107303
પત્તરવેલીના પાન (પાત્રા)
રાંધવાની સૂચનાઓ
- 1
અળવી ના પાન ને ધોઇ લેવા, કોરા કરી પાન ની પાછળ ની નશો કાઢી લેવી
- 2
ચણા ના લોટ માં મીઠું, આદું લસણ ની પેસ્ટ, ગોળ અથવા ખાંડ, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, હળદર, આંબલી અથવા લીંબુ નો રસ અને પાણી એડ કરી ખીરૂ બનાવવું, આ ખીરું પાતળું રાખવું નહી, આ ખીરું થોડું ઘટ્ટ હોવું જોઈએ.પહેલા અળવી ના ૪ પાન લેવા, વારાફરતી બધા પાન પર ખીરું લગાવવું ને ગોળ રોલ વળવા. ત્યારબાદ આ રોલ ને સ્ટીમર માં બાફવા મૂકવા. બફાઈ ગયા બાદ તેને ઠંડા કરી ને કટ કરવા. કડાઈ માં તેલ ગરમ કરવું, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હીંગ, મીઠો લીમડો અને તલ નાખી તેમાં કટ કરેલા પાત્રા નાંખવા,બરાબર હલાવી મીક્સ કરવું.
- 3
ઉપરથી લીલાધાણા અને નારીયેળનુ છીણ નાખવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13078708










ટિપ્પણીઓ