શાહી અખરોટ પનીરનું શાક(sahi akhrot paneer saak recipe in Gujarati)

#સુપરશેફ ૧#વીક ૧# પોસ્ટ ૧
શાહી અખરોટ પનીરનું શાક(sahi akhrot paneer saak recipe in Gujarati)
#સુપરશેફ ૧#વીક ૧# પોસ્ટ ૧
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક નોનસ્ટીક પેન લઈ તેમાં શેકેલા મસાલાના પાઉડર માટેની બધી સામગ્રી ઉમેરી તેને ૧૦-૧૫ સેકન્ડ વધારે આંચ પર શેકી લેવું.ત્યારબાદ તેને ઠંડુ થવા સાઇડમાં મૂકી દેવું.ત્યારબાદ કાજુ,બદામ અને અખરોટને અડધો કલાક દૂધમાં બોળી દેવા.ત્યારબાદ ટામેટાંની પેસ્ટ માટેની બધી સામગ્રીના ટુકડા કરી તેને મિક્સર જાળમાં લઈ તેની પેસ્ટ તૈયાર કરવી.શેકેલા પાઉડર પણ મિક્સર જાળમાં લઈ તેનો પાઉડર બનાવી લેવો.પલાળેલા કાજુ,બદામ અને અખરોટને દૂધ સાથે મિક્સર જાળમાં લઈ તેની પેસ્ટ તૈયાર કરવી.
- 2
હવે નોનસ્ટીક પેન લઈ તેમાં 1/2ચમચી બટર ઉમેરી તેમાં પનીરના ક્યુબ ઉમેરી તેને બધી તરફથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈ તેને બહાર કાઢી લેવા.ત્યારબાદ તે જ પેનમાં ફરીથી ૧ ચમચી બટર અને ૧ ચમચી તેલ મૂકી ગેસની આંચ ધીમી કરી દેવી.પછી તેમાં તમાલપત્ર અને શાહીજીરું ઉમેરી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી તેને સાંતળી લેવી.ડુંગળી સંતળાય ગયા બાદ તેમાં ટામેટાંની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી લેવી.
- 3
ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર,હળદર અને મીઠું ઉમેરી પછી તેમાં ૫-૬ ચમચી જેટલું પાણી ઉમેરી તેને બરાબર મિક્સ કરી શેકી લેવું.મસાલા શકાય ગયા બાદ તેમાંથી તેલ છૂટું પડ્યા બાદ તેમાં દૂધવાળી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી હલકા હાથેથી તેને હલાવી લેવું.ત્યારબાદ તેમાં એક વાટકી પાણી ઉમેરી તેને ઉકળવા દેવું.
- 4
ત્યારબાદ તેમાં પનીરના ક્યુબ નાંખી પનીરના ક્યુબ ટૂટે નહીં તે રીતે હલકા હાથેથી મસાલા સાથે મિક્સ કરી હલાવી લેવું.૨ મિનિટ પછી તેમાં 1/2વાટકી પાણી ઉમેરી તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરવું.ત્યારબાદ તેમાં શેકેલા તૈયાર કરેલા મસાલો ઉમેરવો.અને ત્યારબાદ ૨ મિનિટ મિડીયમ આંચ પર થવા દેવું.ત્યારબાદ કસુરી મેથીને તવી પર લઈ તેને ૫ સેકન્ડ માટે શેકી લેવી.૨ મિનિટ બાદ કસુરી મેથીને હાથની હથેળીની મદદથી ક્રશ કરી શાકમાં ઉમેરી ઝીણા સમારેલા લીલા ધાણા નાંખવા.
- 5
ત્યારબાદ બાઉલમાં લઈ ઉપરથી ૧ ચમચી ફ્રેશ ક્રીમ ઉમેરી તેને નાન,ચપાટી,બટર રોટી અને પરાઠા સાથે ગરમાગરમ સવૅ કરો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ