કારેલાં-શીંગદાણા નું શાક(karela singdana nu saak recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#સુપરશેફ1
#week1
#શાકઅનેકરીસ
#માઇઇબુક
#પોસ્ટ૨૮
આ એક ટ્રેડીશનલ વિસરાતી જતી વાનગી છે. આ શાક મારી બા બહુ બનાવતા મારા પપ્પા હજી પણ કહે કે બા ના હાથ ના શાક નો ટેસ્ટ તો કંઈક અલગ જ હતો એવુ તો નહીં જ બને. પહેલી વાર મેં આ શાક ટ્રાય કર્યું છે. અને મારા સાસરે તો બધા ને ભાવ્યું.આ શાક ને ચટણી પણ કહેવામાં આવે છે. રોટલા સાથે ખાવા ની મજા જ કંઈક અલગ છે. આ ટ્રેડીશનલ વાનગી હોવાથી એને કાંસા ની વાટકી માં સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ કારેલા
  2. ૧/૨ ચમચીમીઠું લુણવા માટે
  3. ૨ ચમચીતેલ
  4. ૧ ચમચીલાલ મરચું
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧ ચમચીધાણાજીરૂ
  7. મીઠું સ્વાદમુજબ
  8. ૧.૫ ટે ચમચી ગોળ(સ્વાદમુજબ ઓછું વધુ કરી શકાય)
  9. ૧/૨ ચમચીલસણ ની પેસ્ટ
  10. ૧ ચમચીતલ
  11. ૪-૫ ટે ચમચી અધકચરા વાટેલા શીંગદાણા

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કારેલા ને છીણી લેવાં હવે એમાં મીઠું નાખી બરાબર મિક્ષ કરી દબાવતા જઈ પાણી નિચોવી લેવું જેથી કડવાશ ઓછી થઈ જાય

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ કરી એમાં કાર્લા ની છીણ અને હળદર નાખી મિક્ષ કરી લેવું અને સાંતળવા દેવું

  3. 3

    હવે ૧૦ મિનિટ બાદ સંતળાય જાય એટલે એમાં બધો મસાલો કરી શીંગદાણા નાખી મિક્ષ કરી લેવું

  4. 4

    હવે ગોળ નાખી બરાબર મિક્ષ કરી ગોળ પીગળે પછી ૨ મિનિટ સુધી ચડવા દેવું. ગોળ પીગળે ત્યાં સુધી મિક્ષ કરતાં રહેવું

  5. 5

    હવે તલ નાખી બરાબર મિક્ષ કરી દેસ બંધ કરી દેવું રોટલા કે ભાખરી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes