પનીર લસુની મસાલા(paneer lasuni masala recipe in Gujarati)

મારી અવનવી વાનગીઓ માથી બનાવેલ
પનીર લસુની મસાલા(paneer lasuni masala recipe in Gujarati)
મારી અવનવી વાનગીઓ માથી બનાવેલ
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કાંદા અને ટામેટા ને સમારી લો.હવે એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં આખુ જીરુ નાંખો.તેમા કાંદા નાખી સાંતળી લો.તેમા ટામેટા નાખો અને સારી રીતે મિક્સ કરો.તેમા ૭-૮ લસણ ની કળી,૧૦-૧૨ કાજુ, સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, ૩ કાશ્મીરી મરચાં નાખીને સારી રીતે મિક્સ કરો અને ૨ ગ્લાસ પાણી નાખી ઉકાળવું.ઢાકીને પાંચ મિનિટ થવા દો.ઠંડુ પડે પછી મીક્ષરમાં નાખી ગ્રેવી બનાવો.
- 2
ફરી એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.પછી તેમાં ૨ કાંદા જીણા સમારી સાંતળો.પછી ૨ ટામેટા જીણા સમારી ઉમેરો.સરખી રીતે મિક્સ કરી લો અને તેમાં મીઠું સ્વાદ અનુસાર, હળદર, લાલ મરચું, પાઉડર, ધાણાજીરું, નાખી સરખી રીતે મિક્સ કરો.તેમા ઉપર બનાવેલ ગ્રેવી નાખો તેમાં દહીં નાખીને હલાવો પછી તેમાં ગરમ મસાલો, ખાંડ, કસુરી મેથી, અને મલાઈ નાખી સરખી રીતે મિક્સ કરો અને ઉપર થી કોથમીર નાખી ધીમા તાપે ઢાંકી ને થવા દો પછી તૈયાર થઈ જાય એટલે ગરમ ગરમ પરોઠા સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (2)