રીંગણ બટેટા નું શાક(rigan bataka nu saak recipe in Gujarati

#સુપરશેફ ભરેલું શાક ગુજરાતી ઘરોમાં થતું જ હોયછે. આજે મેં પણ બનાવ્યું છે થોડી મશાલો અલગ બનાવ્યો છે
રીંગણ બટેટા નું શાક(rigan bataka nu saak recipe in Gujarati
#સુપરશેફ ભરેલું શાક ગુજરાતી ઘરોમાં થતું જ હોયછે. આજે મેં પણ બનાવ્યું છે થોડી મશાલો અલગ બનાવ્યો છે
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણાને ધોઈ ને ઉપરથી થોડા ડિટા કાપવા ને તેની થોડી થોડી ઉપરથી ટોપી પણ કટ કરવી તેને પાણીમાં જ રાખવા ત્યારબાદ દાળિયા શીંગદાણા ને તલ આ બધું મિક્ષી જારમાં લઈને પીસવું તેનો બારીક પાઉડર બનાવો
- 2
ત્યારબાદ તેમાં હળદર ધાણાજીરું મરચુપાવડર સ્વાદ મુજબ નમક ચપટી હિંગ ગરમ મસાલો થોડી ખાંડ ને 1 ચમચી તેલ નાખી મશાલો મિક્સ કરવો સાથે બટેટાને પણ છાલ ઉતારી આડા ને ઉભા કટ કરવા ને રીંગણ ને બટેટામાં બનાવેલો મશાલો ભરી તૈયાર કરવા
- 3
આ રીતે બધાંજ ભરાય જાય પછી કૂકરમાં તેલ લઈને ગેસ ઉપર ગરમ થાય ત્યારે તેમાં રાઈ જીરું મૂકીને તે સતડાય પછી તેમાં મીઠા લીમડાના પાન મૂકીને તેમાં હિંગ નાખી પહેલા બટેટા નાખવા
- 4
ત્યારબાદ રીંગણા નાખી તેને થોડી વાર ગરમ થાય પછી તેમાં ટામેટાં પણ સમારીને નાખવા તેમાં નાનો અડધો ગ્લાસ પાણી નાખીને કુકરનું ઢાકણું બન્ધ કરી ને 3 વહીશલ કરવી. જ્યારે કુકરનું પ્રેસર ઓછું થાય ત્યારે ખોલી ને તેમાં કોથમીર નાખવી. અત્યારે મારી પાસે ના હતી એટલે મેં નથી નાખી. તો તૈયાર છે ભરેલા રીંગણા બટેટાનું શાક મેં તેને ગરમ ગરમ રોટલી સાથે સર્વ કર્યું છે. તે દાળભાત રોટલી ભાખરી કઢી ભાત ખીચડી રોટલા ગમે તેની સાથે ખાઈ શકાય છે.
- 5
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (2)