પનીર લબાબદાર (paneer labbadar recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો એક તપેલીમાં કાજુ,મગજતરી અને પાણી લઈને ગરમ કરી લો. ઠંડું થાય એટલે તેની પેસ્ટ બનાવી લો.
- 2
હવે એક પેનમાં તેલ મુકી ગરમ થાય એટલે તેમા લવીંગ,ઈલાયચી,તમાલપત્ર,મરી ઉમેરી ડુંગળી ઉમેરો તેમા ચપટી મીઠું નાખી સાંતળો તેમા આદું લસણની પેસ્ટ ઉમેરી સાંતળો.પછી તે સહેજ ગુલાબી થાય એટલે તેમાં ટમેટાં ઉમેરો
- 3
હવે તેમા ધાણાજરુ પાઉડર,લાલ મરચું,હળદર,ગરમ મસાલો, અને 1 ટે ચમચી કોથમીર નાખી બરાબર મીક્ષ કરી લઈ તેમા કાજુની પેસ્ટ ઉમેરી સાંતળો.પછી આ મિશ્રણ ને ઠંડું થાય એટલે તેને મિક્સરમાં પીસી પેસ્ટ બનાવી લો.
- 4
હવે એક પેનમાં બટર મુકી ઓગળે એટલે તેમા 1/4 ટી.ચમચી લાલ મરચું પાઉડર ઉમેરી પનીર ના ટુકડા ઉમેરી 1/4 કપ પાણી ઉમેરો.પછીતેમાં બનાવેલી પેસ્ટ ને સૂપની ગારણીથી ગાળી લઈને ઉમેરો એમાં,ક્સૂરી મેથી,ખાંડ,સ્વાદ મુજબ મીઠું અને ક્રીમ ઉમેરી સતત હલાવતા રહો.
- 5
હવે સરવીન્ગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર ભભરાવીને સજાવી ને પીરસો.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (4)