મિસલ પાઉં(મિક્સ કઠોળ)(misal pav recipe in gujarati)

મિસલ પાઉં(મિક્સ કઠોળ)(misal pav recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સ કઠોળ ને આખી રાત પાણી વડે ધોઈ પલાળી રાખો. મગ, મઠ, ચોળા ને સવારે નિતારી લઈ ફણગાવા માટે રૂમાલ માં બાંધી લો. ફણગા થઈ જાય પછી કઠોળ મિક્સ કરી કુકર માં મીઠું હળદર નાખી 2 સીટી વગાડી લેવી.
- 2
1 કઢાઈમાં કોપરું, આખા ધાણા, વઘારના મરચાં સેકી ઠંડુ થાય પછી મિક્સર માં ગ્રાઈન્ડ કરી પેસ્ટ તૈયાર કરો.
- 3
1 કઢાઈ માં તેલ ગરમ થાય ત્યાર બાદ કાંદા, ટામેટા, લસણ, આદુ સેકી ઠંડુ થાય પછી મિક્સર માં ગ્રાઈન્ડ કરી પેસ્ટ તૈયાર કરો.
- 4
1 કઢાઈ માં તેલ ગરમ થાય પછી રાઈ, જીરું, હિંગ થાય પછી કાંદા ટામેટા ની પેસ્ટ ઉમેરો. 2 મિનીટ બાદ કોપરુ વાડી પેસ્ટ ઉમેરી 5 થી 7 મિનીટ સેકી લેવું. તેલ છૂટું પડે પછી બધા મસાલા એડ કરો ત્યાર બાદ 2 ચમચી પાણી ઉમેરો.
- 5
ત્યાર બાદ બાફેલું મિક્સ કઠોળ ઉમેરી ઢાંકણ ઢાંકી ધીમા ગેસ ઉપર 10 મિનીટ થવા દેવું. જેથી મસાલો કઠોળ માં બરાબર મિક્સ થઇ જાય.
- 6
લસણ ની તરી બનાવવા માટે 10 કળી લસણ, નાનો ટુકડો આદુ, મીઠું,હળદર, લાલ મરચુ વાટી ને તૈયાર કરો. 1 કઢાઈ માં તેલ ગરમ કરી આ મિશ્રણ ને સેકી લઈ થોડું પાણી ઉમેરો. 5 મિનીટ ઉકાળી લેવું.
- 7
સર્વિંગ માટે. મિક્સ ભૂસું, બ્રેડ, કાંદા ની સલાડ, લસણ ની તરી લઈ શકાય. મારા ઘરે આ વાનગી ચોમાસા માં જ બને છે.
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (5)