ક્રિસ્પી ઢોંસા (crispy dosa recipe in Gujarati)

#સુપરશેફ4
#સાઉથ
સાઉથ ઇન્ડિયન ફૂડ ની વાત કરીએ તો ઢોંસા નું નામ તો પેહલાજ આવે.નાના મોટા સૌ ને ઢોંસા ખૂબજ ભાવતા હોય છે પરંતુ ઢોંસા ઘરે બનાવવાની વાત આવે તો ઘણા લોકો ને જંઝટ જેવું લાગતું હોય છે.એનું કારણ છે કે ક્યારેક ઢોંસા ઉખડતા નથી તો ક્યારેક સરસ ક્રિસ્પી નથી થતા.પરંતુ પરફેક્ટ ઢોંસા બનાવવા માટે ખૂબી તો એનું બેટર બનાવવા મા જ હોઈ છે બેટર બરાબર બને તો બધાજ ઢોંસા સરસ થાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા ઘટકો ને ૬ થી ૭ કલાક પાણીમાં પલાળી રાખવા.
- 2
હવે તેને પીસીને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે નું બેટર બનાવી લેવું. હવે તેને તપેલીમાં કાઢી ને હાથ વડે ફેંટવું, જેથી હાથ ની ગરમી વડે બેટર માં ફર્મેન્ટેશન જલદી થશે હવે આ બેટર ને આઠ થી દસ કલાક માટે કોઈ બંધ જગ્યા પર મૂકી દેવું. હાથી 10 કલાક પછી બેટર ફરમેન્ટ થઈને ફૂલી ગયું હશે. હવે તેમાં જરૂર મુજબ મીઠું તથા પાણી ઉમેરવું.
- 3
ઢોસા નુ બેટર ના તો બહુ પતલુ અને ના તો જાડુ હોવું જોઈએ. હવે એક નોન સ્ટિક ના તવા પર તેલ તથા પાણીનું પોતુ ફેરવવું તથા તવો ગરમ થાય એટલે એક ચમચા વડે તવા પર બેટર રેડી તેજ ચમચા વડે ફરાવી લેવું તથા તેની કિનારી ઉપર તથા વચ્ચે નાં ભાગ ઉપર બટર રેડવું તથા જ્યારે ઢોસા કિનારી જોડે ત્યારે તેને પલટી ને 10 સેકન્ડ માટે તેનાં અંદરના ભાગને પણ શેકી લેવો જેથી ઢોસા ક્રિસ્પી બને છે. તૈયાર છે ક્રિસ્પી ઢોસા જેને મસાલા તથા ચીઝ સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ