રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર અંગારા (Restaurant style paneer Angara recipe in Gujarati)

રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસીપી
રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર અંગારા (Restaurant style paneer Angara recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં ટમેટાના મોટા ટુકડા કરી લેવા, ડુંગળીને પણ મોટા ટુકડા કરી લેવા. હવે એક પેન ગરમ કરી તેમાં તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાંખવું, તજ નું પત્તુ, સૂકું લાલ મરચું, તજ, લવિંગ, મરી, ઈલાયચી નાખી દેવા, તેને બરાબર હલાવી ડુંગળીના મોટા ટુકડા અને લસણ નાખીને હલાવવું, ડુંગળી લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો, પછી તેમાં ટામેટાંના મોટા ટુકડા, કાજુના ટુકડા, લીલા મરચાં, આદુ બધુ નાખીને બરાબર હલાવીને ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરો અથવા તો ટામેટાં ચઢી જાય ત્યાં સુધી કૂક કરવું.
- 2
પાંચ મિનિટ પછી બંધ કરીને થોડીવાર આ મિશ્રણ ઠંડું થવા દેવું, ઠંડુ થાય પછી તેને લઈને ક્રશ કરી લેવું અને સ્મૂધ પેસ્ટ બનાવી લેવી, હવે પનીરના લંબચોરસ આકાર ના ટુકડા માં કાપી લેવું,અને ડુંગળી ના પણ મોટા ટુકડા કરી લેવા.
- 3
હવે એક પેનમાં ત્રણથી ચાર ચમચી તેલ નાખી, તેલ ગરમ થાય એટલે હળદર, લાલ મરચું પાઉડર ધાણા પાઉડર નાખી તેને હલાવવું અને પેસ્ટ બનાવી હતી એમાં એડ કરી લેવી, આ આ ગ્રેવી ને પેન માં તેલ છૂટું પડે ત્યાં સુધી ફ્રાય કરવું, પછી તેમાં ડુંગળી અને કેપ્સિકમ ના મોટા ટુકડા એડ કરવા, હવે તેમાં અડધો કપ પાણી એડ કરવું, પછી તે ઢાંકીને એક મિનિટ માટે ચઢવા દેવું, જરૂર લાગે તો થોડું પાણી એડ કરી શકાય પછી તેમાં કસુરી મેથી, મીઠું સ્વાદ પ્રમાણે, 2 ચમચી બટર, પનીર ના પીસ એડ કરવા. અને ઢાંકીને એક મિનિટ માટે ચઢવા દેવું.
- 4
આ સબ્જીને રેસ્ટોરન્ટ સ્ટાઇલ સર્વ કરવા માટે એક રોટલીના તવા પર એલ્યુમિનિયમ ફોઇલ લગાવી તેલ થી ગ્રીસ કરી એને પાંચ મિનિટ માટે ધીમા ગેસ ઉપર ગરમ કરવા મૂકો, બીજી બાજુ ગેસ ઉપર કોલસાને ગરમ કરો. તવી ગરમ થાય એટલે એના પર બનાવેલી સબ્જી મૂકવી.ધુંગાર કરવા માટે સબજી વચ્ચે એક વાડકીમાં ગરમ કોલસો મૂકી તરત તેના પર એક ચમચી ઘી નાખવું અને તરત ઢાંકણ ઢાંકી દેવું. 2 મિનિટ પછી ઢાકણ ખોલી ને ગરમ ગરમ સબ્જી સર્વ કરવી. આ સબ્જી ને પરોઠા નાન કુલચા ભાખરી સાથે સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (2)