નો યીસ્ટ નો બેક ઇનસ્ટંટ પીઝા (no Yeats no bake pizza)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

શેફ નેહા ની રેસિપિ મેં recreat કરી છે. 3 ટાઇપ ના પીઝા બનાવ્યા છે.
#NoOvenBaking #NoOvenBaking #માઇઇબુક #માયઈબૂક #myebookpost1 #માયઈબૂકપોસ્ટ1

નો યીસ્ટ નો બેક ઇનસ્ટંટ પીઝા (no Yeats no bake pizza)

શેફ નેહા ની રેસિપિ મેં recreat કરી છે. 3 ટાઇપ ના પીઝા બનાવ્યા છે.
#NoOvenBaking #NoOvenBaking #માઇઇબુક #માયઈબૂક #myebookpost1 #માયઈબૂકપોસ્ટ1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  1. 1/2 કપઘઉં નો લોટ
  2. 1/2 કપદહીં
  3. 2 ટી સ્પૂનઓલિવ ઓઇલ
  4. ચપટીમીઠું
  5. 3 ટેબલ સ્પૂનબટર
  6. સૂકો લોટ વણવા માટે
  7. 4 ટેબલ સ્પૂનપીઝા સોસ
  8. 2 ટેબલસ્પૂનપેસ્ટો સોસ
  9. 1/2ડુંગળી
  10. 3 ટેબલ સ્પૂનકેપ્સિકમ
  11. 1 ટેબલ સ્પૂનકોર્ન
  12. 1 ચમચીઓલિવ અને એલેપિનો
  13. ચપટીમરી પાઉડર
  14. 1/4 ટી સ્પૂનચિલી ફ્લેકશ
  15. 1/4 ટી સ્પૂનઓરેગાનો
  16. ચપટીપારસ્લે
  17. ચપટીડ્રાય બેસિલ
  18. ઓલિવ ઓઇલ ઉપર નાખવા
  19. 1અમૂલ ચીઝ ક્યૂબ
  20. 1/2 કપમોઝરેલા ચીઝ
  21. 2 કપમીઠું બેક કરવા માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ લોટ બાંધી લઈશું. 1 વાસણ માં ઘઉં નો લોટ મીઠું, ઓલિવ ઓઇલ, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખીને મિક્સ કરી લો. હવે તેમાં દહીં ઉમેરતાં લોટ બાંધી લો. લોટ ને ભીના કપડા થી ઢાંકીને 15 થી 20 મિનિટ રહેવા દો.

  2. 2

    20 મિનિટ પછી 1 કડાઈ માં મીઠું પથરી ઉપર સ્ટેન્ડ મૂકી 1 ડિશ મૂકી ઢાંકણ ઢાંકી મધ્યમ આંચ પર પ્રી હીટ કરો. હવે લોટા ના 3 સરખા લૂઆ કરી લો. અટામણ લઈ રોટલા વણી લો. 1 રોટલો થોડો પાતળો વણવો અને બાકી ના 2 થોડા જાડા સરખી સાઇઝ ના વણી લો. ત્યારબાદ તેના પર કાંટા થી કાણાં પાડી લો. હવે પ્લેટ પર સહેજ બટર લગાવી વણેલો રોટલો મૂકો અને 10 મિનિટ માટે ઢાંકીને બેક કરો.

  3. 3

    આવી રીતે બધા રોટલા તૈયાર કરી લો. હવે 1 પાતળા રોટલા પર પીઝા સોસ લગાવી મોઝરેલા ચીઝ મૂકી તવી પર ચીઝ ઓગળે ત્યાં સુધી કૂક કરો.

  4. 4

    બહાર કાઢી લોંગ પટ્ટી કાપી લો. તૈયાર છે માર્ગ રીટા પીઝા. હવે વેજીટેબલ પીઝા બનાવીશું. રોટલા પર બટર લગાવી પીઝા સોસ લગાવો. તેના પર ડુંગળી, કેપ્સિકમ અને કોર્ન મૂકો. મીઠું, મરી પાઉડર, ચિલી ફ્લેકશ, ઓરેગાનો છાંટો. 1/2ચીઝ ક્યૂબ છીણીને નાખો અને છીણેલું મોઝરેલા ચીઝ નાખો. ઉપર ઓલિવ અને એલેપિનો મૂકો અને તવી પર ચીઝ ઓગળે ત્યાં સુધી કૂક કરો.

  5. 5

    હવે પેસ્ટો પીઝા બનાવીશું. રોટલો લઈ તેના પર બટર અને પેસ્ટો સોસ લગાવીશું. ડુંગળી, કેપ્સિકમ અને કોર્ન મૂકો. મીઠું, મરી પાઉડર, ચિલી ફ્લેકશ, ઓરેગાનો છાંટો. 1/2ચીઝ ક્યૂબ છીણીને નાખો અને છીણેલું મોઝરેલા ચીઝ નાખો. ઉપર ઓલિવ અને એલેપિનો મૂકો અને તવી પર ચીઝ ઓગળે ત્યાં સુધી કૂક કરો.

  6. 6

    1 પ્લેટ માં બેઉ પીઝા અને માર્ગરિટા સ્ટિક મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes