ટમટમ (tamtam recipe in gujarati)

ટમટમ (tamtam recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કપ ચણા ની દાળ ને ધોઈ ને ૭ થી ૮ કલાક પલાળી દેવી.હવે મિક્સર જારમાં પલાળેલી દાળ,દહીં,લીંબુ નો રસ તથા આઈસ ક્યુબસ નાખી દરદરું પીસી લેવું હવે આ બેટર ઢાંકી ને ૫ થી ૬ કલાક સાઇડ પર મૂકી દેવું.
- 2
હવે બેટર માં આદુ, મરચા, કોથમીર તથા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું.તથા થોડું થોડું પાણી ઉમેરી મીડિયમ થીક બેટર બનાવી લેવું.હવે એક સ્ટીમર મા પાણી ગરમ થવા મૂકવું તથા એમાં એક કેક ટીન ને તેલ વડે ગ્રીસ કરી મે મૂકવું.સ્ટીમર મા પાણી ગરમ થાય પછી બેટર માં ૧ પૅકેટ ઇનો ઉમેરી તેના ઉપર ૧ ચમચી પાણી ઉમેરવું તથા બેટર ને એકજ તરફ હલાવવું જેથી બેતર એકદમ હલકું થઈ જશે.હવે તે બેટર ને ગ્રીસ કરેલ કેક ટીન મા રેડી દેવું.
- 3
હવે ઢાંકણ બંધ કરી ૨૦ થી ૨૫ મિનિટ સુધી બફાવા દો.ત્યાર બાદચપ્પુ કોચી ને ચેક કરી લેવું.હવે તેને અનમોલડ કરી ૧૦ મિનિટ ઠંડું થવા દો.ત્યારબાદ કાપા પાડી તેના ટુકડા કરી લેવા.હવે એક કઢાઈ માં તેલ મૂકવું તથા તેમાં રાઈ ઉમેરો.રાઈ તતડે એટલે તેમાં હિંગ ઉમેરવી.તથા લાલ મરચું તથા ગરમ મસાલો નાખી ને ગેસ બંધ કરી દેવો તથા બધા ખમણ ઢોકળા તેમાં ઉમેરી ને બરાબર હલાવી ને કોટ કરી લેવા.તૈયાર છે ટેસ્ટી અને તીખા વાટી દાળ નાં ટમટમ.હવે તેના ઉપર કોથમીર તથા કોપરા નું છીણ ઉમેરવું.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ