બેસન ચટણી/ કઢી(besan kadhi recipe in gujarati)

બજારમાં ગાંઠીયા સાથે આ કઢી આપવામાં આવે છે આ ચટણી તમે ગાંઠીયા કે ભજીયા સાથે ખાઈ શકો છો
બેસન ચટણી/ કઢી(besan kadhi recipe in gujarati)
બજારમાં ગાંઠીયા સાથે આ કઢી આપવામાં આવે છે આ ચટણી તમે ગાંઠીયા કે ભજીયા સાથે ખાઈ શકો છો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ તેમાં હળદર અને નમક નાખી તેમાં થોડું પાણી નાખો અને બેટર તૈયાર કરો હવે એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ નાખો રાઈ આવી ગયા બાદ તેમાં લીલા મરચાં નાખો લીલા મરચા ને એક થી બે મિનીટ સુધી સાંતળો ત્યારબાદ તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરો પાણી ઉકડી ગયા બાદ તેમાં ચણાના લોટનું બેટર નાખો
- 2
આ બેટર નાખ્યા પછી તેમાં જરૂર મુજબ પાણી એડ કરો ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો અને સ્વાદ અનુસાર નમક ઉમેરો ત્યારબાદ તેને સારી રીતે હલાવી નાખો
- 3
હવે આ ચટણીમાં દહીં નાખી તેને હલાવી અને તરત જ ગેસ બંધ કરી દો દહીં નાખ્યા પછી હલાવી અને સીધો ગેસ બંધ કરી દેવાનો છે ત્યારબાદ તેને ઉકળવા દેવાનું નથી
- 4
તૈયાર છે આપણે બેસનની કઢી અથવા બેસન ની ચટણી જે ગાંઠીયા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ભજીયા સાથે પણ ખાઈ શકાય છે
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (7)