પંજાબી દમ આલુ (Punjabi dum aloo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને કુકર માં એક સિટી વગાડી કાડિ લો. એની છાલ ઉતારી ટૂથપિક થિ થોડા કાના પાડી લો. એમાં થોડું મરચું, હળદર મીઠું નાખી હલાવી લો. એને 2 ચમચી તેલ માં શૅલો ફ્રાય કરી લો.
- 2
એક પેન મા 1 ચમચી ઘી લઇ કાજુ શેકી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી.
- 3
હવે લોડિયા માં 2 ચમચી તેલ લો. એમા તમાલપત્ર, એલચો, ઇલાયચી, તજ, મરી, લવિંગ, જીરું નાખી હલાવો. એમાં ડુંગળી નાખી 15 મિનિટ સાંતળો.
- 4
હવે એમાં લસણ, આદુ, ટામેટાં ના ટુકડા, અને કાજુ નાખી 10 મિનિટ સાંતળો. ઠંડુ કરી મિક્સરમાં ક્રશ કરી લો.
- 5
હવે એજ લોડિયા માં 1 ચમચી તેલ અને એક ચમચી ઘી લો. એમાં લાલ મરચું, ધાણાજીરું, હળદર, કસૂરી મેથી, કિચન કિંગ મસાલો, મીઠું નાખી હલાવો. ત્યારબાદ એમાં ક્રશ કરેલી પ્યુરી ઉમેરી હલાવો. એમાં 2 ચમચી યોગર્ટ ઉમેરી હલાવો. હવે બટાકા ઉમેરો. અને જરૂર મુજબ પાણી નાખી 5 મિનિટ ઉકળવા દો.
- 6
હવે ઉપર થી થોડી ચીઝ નાખી ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ