વેજ. ચીઝ જયપુરી(Veg. Cheese jaipuri Recipe In Gujarati)
#GA4 # WEEK1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઝીણા સમારેલા ટામેટા અને ડુંગળી લો. એક પેન લો તેમાં ૨ ચમચી તેલ મુકો તેલ આવી જાય એટલે તેમાં ડુંગળી નાખો ડુંગળી ને બ્રાઉન કલર ની થાય ત્યાં સુઘી શેકો ત્યાર બાદ તેમાં ટમેટું ઉમેરો થોડું હલાવો ત્યાર બાદ તેમાં થોડું મીઠું, મરચું, ધાણાજીરું અને થોડું પાણી નાખી ગ્રેવી રેડી કરો.
- 2
ફરીથી ૧ પેન લો. પેન માં ૨ ચમચી તેલ અને ૧ ચમચી બટર ઉમેરો. પછી તેમાં જીરું અને સૂકા લાલ મરચા ઉમેરો ત્યાર બાદ તેમાં બાફેલા શાક ઉમેરો. એને ૩-૪ વાર હલાવો. ત્યાર બાદ તેમાં કસૂરી મેથી,મરચુ પાઉડર, મીઠું, હળદર, કીચન કીંગ મસાલો, ગરમ મસાલો તથા ધાણાજીરું નાખી હલાવો. ત્યારબાદ તેમાં અડઘી વાટકી ટામેટાં પ્યુરી અને કાજુ તથા મગજતરી ના બી ની પેસ્ટ ઉમેરો. ફરીથી ૨-૩ મીનીટ હલાવો. ત્યારબાદ તેમાં ૨ શેકેલા પાપડ નો ભૂકો કરી ઉમેરો ફરીથી હલાવો ગેસ બંધ કરી ચીઝ ને છીણી ને ઉમેરો અને પાપડ વડે ગાર્નિશ કરો. તો તૈયાર છે સબ્જી.
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ