રવાની સેન્ડવીચ(Rava Sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રવો લય અને ત્યારબાદ તેમાં ચોખાનો લોટ નાખો અને તેમાં દહીં નાખીને બધું બરાબર મિક્સ કરીને હલાવી લો
- 2
સરખી રીતે મિક્સ કર્યા બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખો અને તેને બરાબર રીતે મિક્સ કરી લો
- 3
હવે તેમાં ગાજર સમારેલા લીલા મરચા કોથમીર આદુની પેસ્ટ અને મીઠું નાખી રાખો અને શેકેલું જીરું નાંખો
- 4
હવે આ બધું બરાબર ચમચી વડે મિક્સ કરી લો ત્યારબાદ તેને દસ મિનિટ માટે ઢાંકીને રાખો
- 5
હવે સેન્ડવીચ મેકર લઈ તેમાં તે લગાડી ત્યાં બનાવેલી પેસ્ટ ને પાથરો હવે સેન્ડવીચ મેકર બંધ કરી તેને ગેસ પર મૂકીને બરાબર ચડવા દો
- 6
તેને દસથી પંદર મિનિટ માટે શેકવાની છે. તૈયાર છે રવાની સેન્ડવીચ તેને તમે ટોમેટો કેચપ સાથે લઈ શકો છો. જે બ્રેડ વગર બની જાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13733709

















ટિપ્પણીઓ (8)