પુડલા (Pudla recipe in Gujarati)

#trend આ પુડલા બાળકોને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે
પુડલા (Pudla recipe in Gujarati)
#trend આ પુડલા બાળકોને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટને ચાળીને એક બાઉલમાં લો ત્યારબાદ તેમાં હળદર નમક અને ચપટી અજમો નાખો હવે જરૂર મુજબ થોડું થોડું પાણી નાખીને ધીમે ધીમે હલાવી લો જરૂર પડે તો થોડું પાણી વધારે નાખો
- 2
હવે તૈયાર થયેલ બેટ ર ને 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દો 15 મિનિટ થઈ ગયા બાદ તેમાં આદુ-લસણ મરચા ની પેસ્ટ તેમજ મરચા પાઉડર ઉમેરો ત્યારબાદ ઢોસાની તવી ગરમ થવા માટે ગેસ પર મૂકો
- 3
હવે થોડું બેટર લઈ અને ઢોસાની જેમ પુડલો પાથરી લો હવે તેમાં મરચા પાવડર સંચળ પાવડર અને ગરમ મસાલો છાંટી લો ત્યારબાદ તેના પર ઝીણા સમારેલા ડુંગળી ટમેટા મરચાં અને કોથમીર છાંટવી
- 4
હવે તેના પર ચીઝ ભભરાવો
- 5
તો તૈયાર છે આપણો ચીઝી પુડલો તેને તમે ટમેટાના સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (10)