શ્રીખંડ(Shreekhand recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં ને મસલીન ના કે કોટન ના કપડાં માં બાંધી લો આ સમય ગણી લેવો તે પ્રમાણે તમારે 12કલાક માટે દહીં બાંધવું
- 2
બધું પાણી નીતરી જાય એટલે એક વાસણ માં કાઢી લો, જો તમને સોફ્ટ શ્રીખંડ ના પસંદ હોય તો દહીં ને હજી તેના પર વજન મૂકી કપડાં સાથે જ થોડું 4થી 5કલાક રેવા દો તો એકદમ કડક મસ્કો તૈયાર થશે જેને તમે હન્ક કર્ડ પણ કેવાય છે
- 3
હવે આ મસ્કા માં ખાંડ વેનીલા એસેન્સ નાખી બિટર ફેરવી દો, જો તમારે તેને ચારણી માં ચારીને કરવું હોય તો પણ કરી શકોછો અને બિટર થી પણ સારો જ થાય છે
- 4
હવે આ મિશ્રણ માં ડ્રાય ફ્રૂટ અને કેસર અને ઈલાયચી પાઉડર નાખી દો અને એક વાર ફેરવી લો
- 5
થોડું ઉપરથી ડ્રાયફ્રુટ નાખી ગાર્નીસ કરી લો
- 6
વિશેષ માં જ મસ્કો છે એને તમે રોટલા કે ભાખરી પર લાગવી ચાટ મસાલા સ્પ્રિન્કલ કરી ને ખાઈ શકાય એનેમાં ફુદીના, ધાણા, ની પેસ્ટ નાખી સ્પ્રેડ તરીકે પણ વપરાય બ્રેડ કે ભાખરી કે રોટલા ઉપર
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (3)