રગડા સમોસા (Ragda Samosa Recipe In Gujarati)

કંઇક ચટપટુ ખાવાનાં શોખીન માટે આ બેસ્ટ ઓપ્શન છે😊
રગડા સમોસા (Ragda Samosa Recipe In Gujarati)
કંઇક ચટપટુ ખાવાનાં શોખીન માટે આ બેસ્ટ ઓપ્શન છે😊
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રગડો બનાવવા માટે વટાણા ને 3 થી 4 કલાક પાણી માં પલાળી બાદ માં કૂકર માં 2 સિટી લઇ બાફી લો. ત્યાર બાદ એક કઢાઈ માં તેલ ગરમ કરી, તેમાં હિંગ નાખી, ડુંગળી સાંતળો. ત્યાર બાદ આદું, મરચા, લસણ અને ટામેટા ની પ્યૂરી નાખી સાંતળો. ત્યાર બાદ બધાં સુકા મસાલા નાખો. ગરમ મસાલો નાખો. ત્યાર બાદ બાફેલા વટાણા નાખી, એક નાનું બફેલું બટાકું સમેસ કરી નાખી થોડી વાર ઉકાળો. બાદ માં કોથમીર નાખી ગેસ બંધ કરો.
- 2
સમોસા માટે સૌ પ્રથમ બટેકા બાફી ઠંડા પડે પછી જ મેષ કરો. જેથી માવો પાણી પાણી નાં લાગે. ત્યાર બાદ તેમાં બધાં સુકા મસાલા ઉમેરી, કોથમીર નાખી, ખાંડ નાખી બરાબર મિક્સ કરો. અહિ મેં આ માવા ને વઘાર નથી કર્યો.. ડાયરેક્ટ બાઉલ માં જ માવો કર્યો છે. જો તમને વઘાર કરી સમોસા કરવા હોય તો તેમ પણ કરી શકો.
- 3
ત્યાર બાદ લોટ બાંધવા એક કથરોટ માં મેંદો, સોજી, મીઠું, હિંગ, તેલ નાખી બરાબર મિક્સ કરો. થોડું થોડું પાણી નાખી કડક પૂરી જેવો લોટ બાંધો. 15 મિનીટ રેસ્ટં આપો.
- 4
ત્યાર બાદ લોટ માંથી એક રોટલી વણી, વચ્ચે થી કટ કરી, સમોસા નો શેપ આપી, વચે પૂરણ ભરી, પાણી ની મદદ થી કિનારી બંધ કરી, બધાં જ સમોસા આ રીતે વાળી લ્યો. ગરમ થયેલાં તેલ માં તળી લો.
- 5
ત્યાર બાદ એક પ્લેટ માં સમૉસો લઇ, ઉપર રગડો નાખો, ઉપર જીણી સમારેલી ડુંગળી, બધી ચટણીઓ, સેવ, કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરો😊
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ (4)