ઈદડા(Idada Recipe in Gujarati)
#trend4
For Lunch or Dinner
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદની દાળ પલાળવા.જો ૩ વાટકી ચોખા હોય તો એક વાટકી અડદની દાળ લેવા.કેટલા લોકો માટે પીરસવા નું છે તો તે મુજબ વાટકી નાની અથવા મોટી લઈ શકાય.રાતના ઈદડા બનાવવા હોય તો સવારે ચોખા અને અડદની દાળ પલાળી દો.૪-૫ કલાક પલાળી રાખી બપોરે ૩-૪ ચમચા દહીં અને જરૂર મુજબ પાણી નાખીને મીક્ષરમાં વાટી લો અને ખીરું તૈયાર કરો.
- 2
૩-૪ કલાક આથો લાવ્યા પછી ઈદડા ની થાળી મુકતા પહેલા તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂર મુજબ ટાટા સોડા નાખી સરખી રીતે મિક્સ કરો.હવે થાળી માં તેલ લગાવીને ખીરું તેમાં રેડી દો.ઉપરથી મરી પાઉડર છાંટો.હવે ઢોકળીયુ હોય તો તેમાં અથવા લોયામાં નીચે પાણી મૂકી ઉપર સ્ટેન્ડ મૂકી તેના ઉપર ઈદડા ની થાળી મૂકી ૨૦ મીનીટ થવા દો
- 3
૨૦ મીનીટ બાદ ઠંડુ પડે એટલે બટકા પાડી તેલ સાથે ગરમ ગરમ પીરસો.સુરતી લોકો માટે કેરી ના રસની સીઝન મા ફેવરીટ છે
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (3)