ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

#Mithai
#Maida
#ગુલાબજાંબુ
#cookpadindia
#CookpadGujarati
ગુલાબજાંબુ નું નામ પડે એટલે મજા જ પડે..લગભગ નાના થી લઈ ને મોટા સુધી બધા ને ભાવતા જ હોય..
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#Mithai
#Maida
#ગુલાબજાંબુ
#cookpadindia
#CookpadGujarati
ગુલાબજાંબુ નું નામ પડે એટલે મજા જ પડે..લગભગ નાના થી લઈ ને મોટા સુધી બધા ને ભાવતા જ હોય..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં 3/4 કપ મિલ્ક પાઉડર અને 1/2 કપ મેંદા નો લોટ અને 1/2 ચમચી બેકિંગ પાઉડર મિક્સ કરો.
- 2
સરખું મિક્સ કર્યા બાદ તેમાં 2 ચમચી ઘી ઉમેરો. અને સરખું મિક્સ કરો. પછી મિલ્ક ધીમે ધીમે ઉમેરીને સોફ્ટ લોટ બાંધો.. અને 10 મીન ઢાંકી ને રેસ્ટ આપો.
- 3
હવે..એક પેન માં 2 કપ ખાંડ અને 2 કપ પાણી ઉમેરી ને મિક્સ કરો.. જ્યાં સુધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી.. ફ્લેમ એકદમ ધીમી રાખવાની. ખાંડ ઓગળી જાય પછી 5 મિનિટ સુધી બોઇલ કરો. ત્યારબાદ તેમાં 1 ચમચી રોઝ વોટર અને 1 ચમચી લીંબુ નો રસ ઉમેરો. સરખું મિક્સ કરો. તૈયાર છે ખાંડ સિરપ..
- 4
હવે પેલા લોટ ને 1/2મિનિટ કસણો..ત્યારબાદ નાના નાના બોલ સાઈઝ ના રાઉન્ડ લોયા બનાવો..
- 5
હવે આ બોલ ને એકદમ ધીમા ફ્લેમ એ ડીપ ફ્રાય કરી લો. બોલ નો કલર ગોલ્ડન બ્રાઉન થઈ જશે.
- 6
પછી તેને તેલ માંથી કાઢી..તેલ નિતારી લો. અને સીધા ખાંડ સિરપ માં નાખી દો. 1 મિનિટ ઉપર ની બાજુ રહેશે પછી ધીમે ધીમે અંદર ડૂબી જશે..
- 7
હવે 2 કલાક રહેવા દો..પછી ચેક કરશો તો બોલ ની સાઈઝ ડબલ થઈ ગઈ હશે.. તો તૈયાર છે તમારા ગુલાબ જાંબુ..સર્વ કરો. એન્જોય કરો.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (6)