ચીઝ કોફતા કરી(Cheese Kofta curry Recipe in Gujarati)

ચીઝ કોફતા કરી(Cheese Kofta curry Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફ્લાવર ને મીઠા અને હળદળ ના પાણી માં રાખી સાફ કરવા ત્યાર બાદ એને મિક્સર મા અધકચરા વાટી લેવા.અને એનું પાણી નિતારી લેવું. એ વેજ સ્ટોક આપડે કરી મા વાપરસુ એમાં કાંદો,બાફેલું બટેકુ,લીલાં ધાણા,અજમો, વાટેલો લીલો મસાલો,લાલ મરચું,હળદર,ધાણા જીરું,બેસન ઉમેરવું ત્યાં બાદ એને બરાબર મિક્સ કરવું ને જરૂર લાગે તો વધારે બેસન ઉમેરવું.ને છેલ્લે મીઠું ઉમેરવું.
- 2
ત્યાર બાદ એમાં વચ્ચે ચીઝ ના ટુકડા મૂકી કોફતા બનાવી લેવા.ને એને ગરમ તેલ મા મધ્યમ આચ પર સોનેરી થાય ત્યાં સુધી તળી લેવા.
- 3
ત્યાર બાદ એક વાસણ મા તેલ લઈ એમાં તજ,તમાલપત્ર,જીરું,હિંગ તતડાવી.મિક્સર માં ૨ કાંદા ની પેસ્ટ બનાવી ઉમેરી લેવી.ત્યાં બાદ એ સેકાઈ એટલે લાલ મરચું,હળદર,ધાણા જીરું,ગ્રીન પેસ્ટ અને બેસન ઉમેરવું,અને ત્યાર બાદ એમાં ૨ મિક્સર માં પીસેલા ટામેટા,મીઠું,ગરમ મસાલો,કાજુ ની પેસ્ટ અને ફ્લાવર નું પાણી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું.ત્યાં બાદ એમાં થોડું પાણી ઉમેરી e ઊકળે એટલે કોફતા ઉમેરી ચીઝ અને લીલાં ધાણા ઉમેરી સર્વ કરવું.
- 4
- 5
આ કોફતા કરી રોટલી અથવા ભાત સાથે ખાઈ શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (2)