ફ્રોઝન કેરીનો રસ(frozen Aamras recipe in gujarati)

Bhavita Mukeshbhai Solanki @bmsolanki68
ફ્રોઝન કેરીનો રસ(frozen Aamras recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોટી પાકી કેરીને પાણીથી ધોઈ છાલ ઉતારી કટકા કરી લો.
- 2
હવે ઝીપ લોક બેગમાં નીચે થોડી ખાંડ ભભરાવી કેરીના કટકા નાખો. ફરીથી ખાંડ ભભરાવી કટકા નાખો. આ રીતે એકવારમાં જેટલી જરૂરિયાત હોય એટલા કેરીના કટકા બેગમાં ભરવા.
- 3
ખાંડ પ્રીઝર્વેટીવનું કામ કરશે.સ્ટોર કરેલી કેરી બગડશે નહિં અને કલર પણ સારો રહેશે.
- 4
ઝીપ લોક બેગને ફ્રીઝરમાં સ્ટોર કરી દો.આ રીતે તમે એરટાઈટ ડબ્બામાં પણ સ્ટોર કરી શકો.
- 5
રસ કે બીજામાં કેરીનો ઉપયોગ કરવો હોય ત્યારે 1 કલાક પહેલા બહાર કાઢી લેવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14073653








ટિપ્પણીઓ (4)