રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને એક બાઉલમાં લઈ તેમાં દહીં નાખવું તેમજ જરૂર મુજબ મીઠું નાખવું અને જરૂર પડે તો થોડું પાણી નાખવું અને મિક્સ કરી અને ઘાટું બેટર થાય ત્યાં સુધી થોડું થોડું પાણી નાખતા જવું ત્યારબાદ તેને પંદરથી વીસ મિનિટ સુધી ઢાંકીને રાખી દેવું
- 2
મિશ્રણ તૈયાર થઇ ગયા બાદ ડુંગળી ટામેટાં ગાજર ની છીણ અને કોથમીર એક બાઉલમાં લઈ તેમાં જરૂર મુજબ મીઠું નાખવું
- 3
ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખવી અને સારી રીતે હલાવી લેવું હવે એક નોનસ્ટિક પેનને ગરમ થવા માટે મૂકવી ત્યારબાદ તેમાં થોડુ તેલ લગાવવું હવે તેમાં આ બેટર ને પાથરી દેવું
- 4
નોન સ્ટીક તવી મોટી હોય એટલે તમે ઉત્તપમ નાના કરો તો બે ઉતાપમ પણ પાથરી શકો છો હવે તેના પર ટામેટાં ડુંગળી નું મિશ્રણ પાથરી ચમચાની મદદ વડે ધીમેથી દબાવી દો હવે તેને ધીમા તાપે બેથી ત્રણ મિનિટ સુધી ચઢવા દો ત્યારબાદ તેને ધીમેથી પલટાવી લો
- 5
બીજી તરફ પણ બેથી ત્રણ મિનિટ સુધી ચઢવા દો ઉત્તપમ ને તમે ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે ખાઈ શકો છો તો હવે તેનેસર્વ કરીએ તૈયાર છે આપણા સ્વાદિષ્ટ ઉત્તપમ
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (3)