ખજૂર લોલીપોપ(Khajur Lolipop Recipe in Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

ખજૂર લોલીપોપ(Khajur Lolipop Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૫ થી ૬લોકો માટે
  1. ૨૦૦ ગ્રામ કાળી ખજૂર બી કાઢેલી
  2. ૧/૨ કપડ્રાયફ્રૂટ(કાજુ,બદામ,પિસ્તા)
  3. ૩ ચમચીઘી
  4. ૧/૨ કપડાર્ક ચોકલેટ
  5. ૧/૨ કપવ્હાઈટ ચોકલેટ
  6. ૧/૪ કપવરમિસેલી સ્પ્રિંકલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૈા પ્રથમ કાજુ,બદામ અને પીસ્તા ને જીણા સમારવા.ખજૂર ને પણ સમારી લો.

  2. 2

    હવે એક કડાઈ ને ગેસ પર ગરમ કરવા મુકો. તેમાં ઘી ને ગરમ કરવા મૂકો.ઘી ગરમ થાય એટલે તેમાં સમારેલ ખજૂર નાંખો.તેને હલાવી ને એકરસ કરી લો.

  3. 3

    હવે તેમાં સમારેલું ડ્રાય ફ્રૂટ ઉમેરો અને તેના નાના બોલ તૈયાર કરો

  4. 4

    એક બાઉલ લો અને તેમાં ડાર્ક ચોકલેટ નાખી ને તેને માઇક્રો મા ૧ મિનિટ માટે ગરમ કરો. તેવી જ રીતે વ્હાઈટ ચોકલેટ પણ ગરમ કરો.

  5. 5

    હવે ગરમ કરેલી બંને ચોકલેટ મા બનાવેલા બોલ ન ડિપ કરી લો. હવે તેની ઉપર કલરફૂલ વેરમિસેલી લગાવો.

  6. 6

    તેને ૧૦ મિનિટ માટે ફ્રીજ મા સેટ કરવા મૂકો.સેટ થયેલા બોલ ને લોલીપોપ સ્ટિક મા ભેરવી લો.

  7. 7

    હવે ચોકલેટ તરીકે બાળકો ને ખાવા આપો તો તેમને પણ ભાવશે.

  8. 8

    આવી રીતે સર્વ કરવા માટે તૈયાર છે ખજૂર ચોકલેટ લોલીપોપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes