રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-40 મિનિટ
10-12 pics
  1. સૂકી ચટણી
  2. ૮-૧૦ લસણની કળીઓ
  3. ૧/૪ વાડકીસીંગદાણા
  4. ૧/૪ વાડકીસુકુ કોપરૂ
  5. ૨-૩ ટેબલ સ્પુન લાલ મરચુ્ં
  6. મીઠું
  7. વડા માટે
  8. મધ્યમ કદના બટાકા
  9. ૮-૧૦ તીખા લીલા મરચાં
  10. ૧૦ પાદડાં મીઠો લીમડો
  11. નાના ટુકડાં આદુ
  12. ૧/૨ટી સ્પુન હળદર
  13. ૧/૨ વાડકીલીલા ધાણા જીણા સમારેલા
  14. મધ્યમ કદની ડુંગળી
  15. ૧/૪ટી સ્પુન હીંગ
  16. ટેબલ સ્પુન તેલ
  17. પાઉં માટે
  18. ૩ કપમેંદો (૨૫૦ મીલી = 1 કપ)
  19. ટેબલ સ્પુન મિલ્ક પાઉડર
  20. થી 1-1/2 કપ દૂધ
  21. ૧૧/૨ ટી સ્પુન ઈનસ્ટન્ટ યીસ્ટ
  22. ૧૧/૨ ટી સ્પુન ખાંડ
  23. ટેબલ સ્પુન બટર

રાંધવાની સૂચનાઓ

30-40 મિનિટ
  1. 1

    પાઉે માટે પહેલા એક કપ દૂધ ગરમ કરી તેમાં મિલ્ક પાઉડર અને ખાંડ ઓગાળો.તેમાં યીસ્ટ નાખી ૪-૫ મિનિટ ઢાંકી ને મુકી રાખો. ઈનસ્ટન્ટ યીસ્ટ સીધી પણ નાખી શકાય.

  2. 2

    યીસ્ટવાળું દૂધ મેંદાનાં નાખો. મીઠું નાખી દૂધ કેળવો. જરૂર પડે તો નવસેકુ દૂધ નાખો. લોટ એકદમ સોફ્ટ પરોઠા જેવો બાંધો.હવે બે ટેબલ સ્પુન બટર નાખી બરાબર મસળો. લોટનો દડો બનાવી અંદર હવા ભરાય એમ વાળી દડો બનાવી ૧ કલાક માટે બરાબર એરટાઈટ ઢાંકી દો. લોટ બાંધવા માટે દૂધનો જ ઉપયોગ કરવો.

  3. 3

    ૧ કલાક પછી ફરી અંદર હવા ભરાય એમ એક સરખા ગોળા વાળી ટ્રે માં કપડાં થી ઢાંકી ૩૦ મિનિટ માટે મુકો.

  4. 4

    હવે બટાકાને ૩-૪ વીહ્સલ વગાડી બાફી લો. ચારણીમાં કાઢી બરાબર પાણી નીતારી લો. હવે તેને સરસ મસળી લો.

  5. 5

    ડુંગળી, લીલા મરચાં, મીઠો લીમડો અને આદુ એકદમ જીણું ચોપરમાં ક્રશ કરો. ૨ ટેબલ સ્પુન તેલ ગરમ કરી રાઇ નાખો. રાઈ તતડે પછી ચોપર માં ક્રશ કરેલું મિક્ષણ નાખો. બરાબર સાંતળો.જો બરાબર નહી સંતળાય તો પાણી છુટશે વડા માં.તેલ પણ વઘાર માં વધુ ન મુકશો. નહીં તો વડા ઢીલા થશે.

  6. 6

    હવે હળદર અને મીઠું નાખો.બટાકા નાખી તરત ગેસ બંધ કરવો. બરાબર હલાવી લેવું. વધુ સમય ગેસ ચાલુ હશે તો બટાકાનો માવો ઢીલો થઈ જશે.લીલા ધાણા જીણાં સમારેલા મીક્ષ કરો.વડામાં આદુ મરચાં ચડીયાતાં રાખવા જેથી ઉપર પાંઉ આવે તો મોળા ન લાગે.હવે આ માવાના એક સરખા મોટા ગોળા વાળવા.

  7. 7

    સુકી ચટણી માટે સીંગદાણા ને લસણ થોડા તેલ માં શેકવા.ઠંડુ પડે પછી સુકુ કોપરૂ, મીઠું અને લાલ મરચું નાખી મિક્ષચરમા પીસવી.આ ચટણી સુકી રહેવી જોઈએ. જરૂર પડે જીણું સુકુ કોપરૂ નાખી શકાય.બટાકાના ગોળાને આ સૂકી ચટણીમાં રગદોળવા.

  8. 8

    હવે પાઉંના ગોળાને નીચેથી ખોલી અંદર આ વડા ભરવા ને બરાબર નીચેથી બંધ કરવું. ટ્રેમાં નીચે બટરથી ગ્રીસ કરી ગોઠવવા. ઉપરથી દરેક પર થોડું દૂધ લગાવવું.

  9. 9

    વડા અને લોટ ના ગોળાની સાઈઝ બંન્ને એવી રીતે રાખવી કે વડા બેક થયા પછી મોળા ન લાગે. ગેસ ઓવન પર ૧૬૫-૧૮૫ પર ૧૫-૨૦ મિનિટ માટે બેક કરો.ઈલેટ્રીક ઓવન માં ૧૮૦ પર ૨૦ મિનિટ માટે બેક કરો..

  10. 10

    ગરમગરમ વડાપાઉં તળેલાં મરચાં અને લીલી કે સુકી ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

Similar Recipes