ઢોકળી(Dhokali Recipe in Gujarati)
ઢોકળી(Dhokali Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક પેન માં તેલ મૂકી તેમાં અજમો જીરું મૂકી તે થાઇ એટલે તેમાં હિંગ નાખી.. છાસ નાખો
- 2
A ઊકળે એટલે તેમાં ધીમે ધીમે ચણા નો લોટ નાખી વેલણ થી હલાવી લો. ઢાંકી ને થોડી વાર સીઝવા દો.
- 3
ત્યાર બાદ એક ડીશ મા થોડું તેલ લગાવી ઢોકળી ને પાથરી દો.
- 4
Ek લોયા મા થોડું તેલ મૂકી તેમાં જીરું હિંગ સૂકા મરચાં તજ લવિંગ badiya મૂકી વધાર ને થવા દો.. ત્યાર બાદ તેમાં ડુંગળી ને આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી હલાવી લો.. ત્યાર બાદ તેમાં બધો મસાલો લાલ મરચું મીઠું ધાણાજીરું હળદર બધું જ નાખી દો..sotday એટલે તેમાં છાસ નાખી ને ઉકળવા દો.. ગરમ મસાલો નાખવો હોય તો જ નાખવો..
- 5
બરાબર ઉકાળી જાય એટલે તેમાં ઢોકળી ના પીસ કરી એક એક કરીને બધા જ નાખી દો..
- 6
ઢોકળી નાખી ને ઉકળવા દો.. બરાબર ઉકળે એટલે ગેસ બંધ કરી લો તેમાં ઉપર કોથમરી છાંટી ગાર્નિશ કરીને સર્વ કરો...
- 7
તૈયાર છે ગરમા ગરમ રજવાડી ઢોકળી... જો ડુંગળી લસણ ના ખાતા હોય તો પણ એના વગર પણ બનાવી શકાય... તજ લવિંગ badiya.. આદુ મરચાં ની પેસ્ટ નાખી ને બનાવી શકાય..
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (2)