પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક અને કોથમીર ને સાફ કરી લેવા તેને પાણીથી ધોઈ નાખવા ચોખા ધોઈને પલાળી દેવા બટાકુ અને પનીરના ટુકડા કરી લેવા હવે મિક્સર ની જારમાં પાલક, કોથમીર અને મરચાં,લસણ સાથે વાટી લેવા તેમાં થોડું પાણી નાખી બાઉલમાં કાઢી લેવું
- 2
એક પેનમાં ઘી મૂકો તેમાં લવિંગ,તજ,ઇલાયચીના દાણા, તમાલપત્ર નાખી સાંતળવા પછી તેમાં ડુંગળી સમારેલી નાખવી ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં બટાકા અને પનીરના ટુકડા ઉમેરવા અને સાંતળવું
- 3
તેમાં કાજુ અને દ્રાક્ષ ઉમેરવા ત્યારબાદ તેમાં પાલકની પ્યુરી ઉમેરો તેમાં મીઠું અને ગરમ મસાલો ઉમેરો તેને ઉકળવા દેવું તેમાં એક ઉભરો આવે એટલે ચોખા ઉમેરી દેવા તેને હલાવો અને જોઈતું પાણી ઉમેરી તેને ઢાંકી દેવું ધીમા તાપે તેને ચડવા દેવું વચ્ચે થોડું હલાવી લેવું ફરી તેને ઢાંકી દેવું
થોડીવાર પછી પાલકનો પુલાવ ચડી ગયો છે તે જોઈ લેવું અને ગેસ બંધ કરી દેવો
તૈયાર છે spicy ગ્રીન પુલાવ
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ