ખાંડવી (khandvi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૧ વાટકી બેસન લો તેને સારી રીતે ચાળી લો પછી તેમાં ૧ વાટકી છાશ ઉમેરી લો
- 2
ત્યારબાદ તેમાં બે વાટકી પાણી લેવું જે વાટકી કી થી વેસન લીધું હોય તે જ વાટકી પ્રમાણે પાણી લેવું
- 3
હવે તે મિક્ષણને બરાબર હલાવીને પછી જ ગેસ ચાલુ કરવો ત્યારબાદ તેને સતત હલાવતા જવું જેથી તે નીચે બેસી ન જાય
- 4
જ્યાં સુધી કટ થાય ત્યાં સુધી હલાવે રાખો પછી પ્લેટફોર્મ પર તેલ લગાવી ને તૈયાર રાખો
- 5
હવે તે બરાબર ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દેવો પછી તેને પ્લેટફોર્મ ઉપર જ્યાં તેલ લગાવ્યું છે ત્યાં ફટાફટ તવિથા વડે પાથરી દો
- 6
ત્યારબાદ ઠંડુ પડે એટલે તેના ચાકુ વડે કાપા પાડી લો પછી ધીમે ધીમે તેનો રોલ વાળી લો અને સર્વિંગ પ્લેટમાં કાઢી લો
- 7
હવે કડાઈમાં તેલ ગરમ મૂકો ત્યારબાદ તેમાં રાઈ અને તલ ઉમેરો પછી તેમાં લીલા મરચાં અને લીમડો ઉમેરો
- 8
બરાબર સંતળાય જાય મરચા એટલે ગેસ બંધ કરીને ખાંડવી ની ઉપર ચમચા વડે વઘાર રેડી દો તેની ઉપર ધાણાભાજી અને નાળિયેરનું ખમણ નાખીને ડેકોરેશન કરો તો તૈયાર છે ખાંડવી જે નાના-મોટા સર્વને ખૂબ જ ભાવે છે
Keywords
Similar Recipes
More Recipes




























ટિપ્પણીઓ (8)