પનીર મસાલા(Paneer Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ગેસ કડાઈમાં પાણી રેડી ઉકાળો પછી પછી તેમાં એક પાલક ની ઝુડી ના ડોડા કાઠી લો પછી તેને ઉકળતા પાણીમાં એડ કરો પછી તેને ૨-૩ મિનિટ માટે ઉકાળો
- 2
હવે પાલક ને તરતજ થંડા પાણી માં નાખી દો હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં તમાલપત્ર, લવિંગ, ઈલાયચી,તજ એડ કરો પછી તેમાં લસણની કળી, આદુ, અને ડુંગળી, લીલા મરચા એડ કરો
- 3
ડુંગળી ને થોડી પોચી થાય એટલે તેમાં સમારેલા ટામેટા નાખી દો હવે બંધુ ૨-૩ મિનિટ માટે સાંતળો
- 4
હવે તેમાં સમારેલી કોથમીર અને બાફેલી પાલક એડ કરો પછી તેને ૫ મિનિટ માટે રહેવા દો પછી તેમાં મીઠું એડ કરો
- 5
પછી ગેસ બંધ કરી થોડું થંડુ પાણી રેડી દો પછી થંડુ થવા દો પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો
- 6
હવે ગેસ પર એક કડાઈમાં તેલ એડ કરો હવે તેમાં જીરું કરો પછી મિક્સર માં ક્રશ કરેલી ગ્રેવી એડ કરો હવે તેને ઉકળવા દો પછી તેમાં દહીં એડ કરો અને ઢાંકી ને ૨-૩ મિનિટ માટે અને તેલ છુટે ત્યાં સુધી સાંતળો
- 7
અને આ વખતે જ જરુર મુજબ પાણી રેડી દો અને ફરી ૨ મિનિટ માટે ઢાંકીને રહેવા દો પછી તેમાં ઓછું લાગે તો મીઠું એડ કરો અને તેમાં પનીર ના કયુબ એડ કરો પછી તેમાં પનીર છીણીને પણ એડ કરો
- 8
અને હવે તેમાં ગરમ મસાલો, અને કસુરી મેથી પણ એડ કરો અને હલાવી લો ૨- મિનિટ માટે રહેવા દો ઢાંકી ને
- 9
હવે તેને એક બાઉલમાં કાઢી લો અને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ (3)