નો બેક ડ્રાયફ્રૂટ બ્રાઉની(No bake dryfruit brownie recipe in Gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#cookpadturns4
#cookpadindia
# Dryfruits
કૂકપેડ ના ચોથા જન્મદિવસ માટે ડ્રાય ફ્રૂટ માંથી બ્રાઉની બનાવી જેને બેકિંગ કર્યા વગર જ ઉપર ચોકલેટ નું પડ બનાવી ને સજાવી... જે બાળકો ડ્રાય ફ્રૂટ ના ખાતા હોય એમને આ બનાવી આપો તો ચોક્કસ એમને ભાવશે.

નો બેક ડ્રાયફ્રૂટ બ્રાઉની(No bake dryfruit brownie recipe in Gujarati)

#cookpadturns4
#cookpadindia
# Dryfruits
કૂકપેડ ના ચોથા જન્મદિવસ માટે ડ્રાય ફ્રૂટ માંથી બ્રાઉની બનાવી જેને બેકિંગ કર્યા વગર જ ઉપર ચોકલેટ નું પડ બનાવી ને સજાવી... જે બાળકો ડ્રાય ફ્રૂટ ના ખાતા હોય એમને આ બનાવી આપો તો ચોક્કસ એમને ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ કપઠડિયા કાઢેલી ખજૂર
  2. ૧/૨ કપમૂસળી
  3. ૧/૪ કપડેસિકેટેડ કોકોનટ
  4. ૧/૪ કપકાપેલી બદામ
  5. ૧/૪ કપકાપેલા કાજુ
  6. ૧/૪ કપસૂકીદ્રાક્ષ
  7. ૧/૪ કપકોકો પાઉડર
  8. ૧/૨ કપચોકલેટ સ્લેબ
  9. ૨-૩ ટેબલ સ્પૂનઓલીવ ઓઈલ
  10. ૨ ટેબલ સ્પૂનટુટી ફુટી
  11. ૨ ટેબલ સ્પૂનડ્રાય એપ્રિકોટ
  12. ૨ ટેબલ સ્પૂનકાપેલા પિસ્તા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બધી સામગ્રી ભેગી કરી લેવી.

  2. 2

    હવે એક મિક્સર જાર માં ખજૂર લઈ તેમાં કોકનટ,બદામ કાજુ,પિસ્તા ના ટુકડા, રેસીન (દ્રાક્ષ), ઉમેરી ક્રશ કરો.

  3. 3

    હવે તેમાં કોકો પાઉડર, મૂસળી, એપ્રિકોટ, તૂટી ફૂટી નાખી ક્રશ કરી લેવું.

  4. 4

    હવે ક્રશ કરેલા ભાગ માં ઓલીવ ઓઇલ નાખી ફરી મિક્ષર ફેરવી લેવું

  5. 5

    હવે તૈયાર મિશ્રણ ને બટર પેપર મૂકેલા વાસણમાં એક સરખું દબાવી ગોઠવી લેવું.

  6. 6

    ચોક્લેટ ને માઇક્રોવેવ માં ૩૦ મિનીટ ઓગાળી લેવી અને તેના પર રેડી ને સરખી ફેલાવી લેવી.. ને ઉપર થી ડ્રાય ફ્રૂટ લગાવી લેવા..

  7. 7

    હવે આ ડબ્બા ને ફ્રીઝર માં ૩૦ મિનીટ માટે મૂકી દો.. પછી બહાર કાઢી ને ચપ્પુ ની મદદ થી ચોરસ ટુકડા માં કાપી લેવી.

  8. 8

    બસ તૈયાર છે ડ્રાય ફ્રૂટ બ્રાઉની... જેને ઈચ્છા અનુસાર ગાર્નિશ કરીને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Similar Recipes