હૈદરાબાદી બુરહાની (બુરાની) રાયતા(Hyderabadi raita recipe in Gujarati)

#GA4
#Week13
#હૈદરાબાદી
#Mycookpadrecipe 35
આ વાનગી સંપૂર્ણ પણે ઇન્ટરનેટ પરથી પ્રેરિત છે. આ વાનગી ખાસ પરંપરાગત રીતે વેજ. પુલાવ, બિરિયાની, હૈદરાબાદી બિરિયાની, દમ બિરિયાની સાથે સર્વ કરવામાં આવે છે. તેને બુરહાની કે બુરાની રાઇતું કહેવામાં આવે છે. અહી વાપરવામાં લસણ નું ખાસ મહત્વ છે. લસણ કોઈ પણ રીતે વાપરવું જોઈએ જેમ કે રોસ્ટ કરીને, ઘી કે તેલ મા સાંતળેલું કે એમ જ વાટી ને રાયતા માં ઉમેરવામાં આવે છે. પ્રેરણા ગૂગલ, ઈન્ટરનેટ પર થી લીધેલી છે. બનાવ્યા પછી સ્વાદ માં પણ ખૂબ સારું લાગે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ફૂલ ફેટ વાળું દહીં લેવાનું
- 2
ખૂબ એકદમ એને ફેટી લેવાનું. જ્યાં સુધી ક્રીમી ટેક્ષ્ચર ના થાય ત્યાં સુધી. પાણી જરા પણ છૂટવું જોઈએ નહિ એનું ધ્યાન રાખવું. ફેટ વાળું અને પાણી નિતારી લેવું બને ત્યાં સુધી
- 3
વાટેલા લસણ ને થોડું ઘી મા સાંતળવું.
- 4
લસણ ને દહીં મા ઉમેરી ને ખુબ ફેટી લેવું. દહીં માં લાલ મરચું પાઉડર, શેકેલું જીરું પાઉડર અને મીઠું હિંગ બધું એમાં ઉમેરી દેવું. અને હલાવી દેવું.
- 5
કાચ ના બાઉલ મા એને સર્વ કરી ઉપર શેકેલા જીરા પાઉડર થી અને કોથમીર થી સજાવવું. બિરિયાની સાથે સરસ લાગે છે.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)