કેક (Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સર મા રવો અને સાકર લઈ સાથે પિસિલો (તમને રવો નહિ લેવો હોય તો ૨ વાટકી ઘઉં નો લોટ પણ લઈ સકો) ત્યાર બાદ એમાં ઘઉં નો લોટ અને ૧ વાટકી દૂધ ઉમેરી પેસ્ટ બનાવી લો અને જરૂર મુજબ દૂધ ઉમેરતા રહો.ત્યાર બાદ એમાં કોકો પાઉડર ઉમેરો.અને એને એક વાસણ મા કાઢી ૧૫ મિનિટ માટે રવા ને ફૂલવા માટે ઢાંકી ને રાખી મૂકો.નો તમે ૨ વાટકી ઘઉં નો લોટ લીધો હોય તો ૫ મિનિટ માટે રાખી મૂકો.
- 2
ત્યાર બાદ એમાં ઘી અને બેકિંગ પાઉડર. ઉમેરો ને સાથે થોડું દૂધ પણ જેથી બેકિંગ પાઉડર બરાબર મિક્સ થઈ શકે.ત્યાર બાદ એને બરાબર ફીણી લો.
- 3
ત્યાર બાદ એક કાચ ના વાસણ મા ઘી અને ઉપરથી થોડો ઘઉં નો લોટ લગાવી તૈયાર કરો એમાં આ મિક્સર રેડો એને ઓવેન્ માં બેક કરવા મૂકી દો. મને આ કેક બેક કરતા પોણો કલાક લાગ્યો વચ્ચે વચ્ચે ચેક કરતા રહો.ત્યાર બાદ એને ઠંડો પડવા દો.આ કેક તમે એમજ પણ ખાય સકો છો.તમે આ કેક કૂકર મા પણ બેક કરી સકો એમાં લગભગ ૧ કલાક લાગશે.
- 4
મે એને વચ્ચે થી કાપી ને એના પર ખાંડ સીરપ લગાવી છે ને ત્યાર બાદ એના પર ડાર્ક ચોકલેટ ઓગળી ને લગાવી છે.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (14)