સીંગ ની ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati)

મકરસંક્રાંતિ પર ચીક્કી ખાવાનું મહત્વ હોય છે દક્ષિણ ભારતમાં આ તહેવારને પોંગલના રૂપમાં ઉજવાય છે. ઉત્તર ભારતમાં તેને લોહડી, ખિચડી પર્વ, પતંગોત્સવ વગેરે કહેવાય છે. મધ્યભારતમાં તેને સંક્રાંતિ કહેવાય છે. મકર સંક્રાતિને ઉત્તરાયણ, માઘી, ખિચડી વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. આજે મેં સીંગ ની ચીક્કી બનાવી છે.
#GA4
#Week18
#ચીક્કી

રાંધવાની સૂચનાઓ
- 1
ચીક્કી બનાવતા પહેલાં જે કોથળી છે તે ઊંધી કરી સાફ કરી તેલ થી ગ્રીસ કરી દો. વેલણ, ચપ્પુ ને ગ્રીસ કરી દો.
- 2
સીંગ ને શેકી દો. કોટન ના કપડાં માં નાખી ઘસી દો. ફોતરાં કાઢી દો. ખાંડણીમાં થોડાં અધકચરા કરી દો.
- 3
કડાઈ માં ઘી મૂકી ગોળ નાંખી બ્રાઉન થાય ત્યાં સુધી હલાવો. વાટકી પાણી લઈને થોડું ગોળ નું મિશ્રણ નાખો હાથ થી તોડો તૂટી જાય તો પાયો થઈ ગયો છે.
- 4
પછી સીંગ નાખી મિકસ કરી લો. ગેસ બંધ કરો. કોથળી પર નાખીને વેલણ થી વણી લો.બધી સાઇડ થી કોથળી ફેરવતાં જાવ વણતા જાવો
- 5
ગરમ હોય ત્યારે કાપા કરી દો. ઠંડી થાય પછી કટકા છૂટા કરી દો. ચીક્કી ખાવા માટે તૈયાર છે.
Similar Recipes
More Recipes
- એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
- પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
- વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
- ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
- ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)

ટિપ્પણીઓ (2)