મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કથરોટમાં બાજરી નો લોટ લો
- 2
હવે તેમા તેલ થી મોણ કરેલો ઘઉ નો લોટ વધારે તેલ થી મોણ કરવું અને બાજરી ના લોટ માં એડ કરો
- 3
હવે બેવ લોટ ને ભેગા કરી લો પછી તેમાં મેથી, લીલું લસણ, લીલા મરચા, આદુ, અને લસણ ની પેસ્ટ એડ કરો
- 4
હવે તેમાં મીઠું, હળદર, ગરમ મસાલો,અજમો એડ કરો, ખાંડ એડ કરો
- 5
હવે છાશ થી લોટ બાંધવો એટલે થોડી થોડી છાશ રેડી ને લોટ બાંધવો અને બને ત્યાં સુધી છાશ થી જ લોટ બાંધી લો અને જો જરૂર પડે તો પાણી એડ કરો છાશ બંધી રેડી દો
- 6
હવે બરાબર હલાવી ને લોટ બાંધી લો અને પછી તેને ૫ થી ૧૦ મિનિટ માટે રહેવા દો
- 7
હવે એક પ્લાસ્ટિકની કોથળી કાપી લો ઢેબરા વણવા માટે પછી કોથળી ને આદણી પર મુકો અને કોથળી ને તેલ થી ગ્રીસ કરી લો
- 8
પછી લોટ માં થી એક ગુલો હાથ થી બનાવી લો પછી તેને કોથળી પર મુકો
- 9
અને હાથ ને તેલ થી ગ્રીસ કરી લો અને હાથ થી ઢેબરા વણી લેવા પછી ગેસ પર તવો મુકો તે ગરમ થાય એટલે કોથળી માંથી ઢેબરુ હાથ માં લઇ લો અને ધીરે થી તવા પર મુકો
- 10
અને ધીમા તાપે સેકો એક બાજુ સેકાય એટલે બીજી બાજુ થી પણ સેકી લો અને તેલ લગાવી દો બેવ બાજુ અને સેકાય એટલે આવી રીતે બધા ઢેબરા વણી ને સેકી લો હવે
- 11
તેને એક પ્લેટમાં કાઢી લો અને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (7)